તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈતિહાસ:જૈન શાસનમાં શિરોમણી સમાન કલ્પસૂત્ર વલભીપુરમાં લખાયું

વલભીપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 980 વર્ષે દેવદ્રિગણિ ક્ષમાક્ષમણની અધ્યક્ષતામાં આચાર્યો, ભગવંતોની ધર્મ પરિષદમાં પુસ્તકારૂઢ કરાવ્યું

પ્રાચીન સમયનું વલભી, રજવાડા સમયનું વળા અને વર્તમાન સમયનું વલભીપુરએ જૈન ધર્મમાં આગવું અને વિશિષ્ઠ ધાર્મિક મહત્વ ધરાવતું શહેર છે અને પાલીતાણા શૈત્રુંજય તળેટીની યાત્રાએ જવા માટેનું પ્રવેશદ્વાર પણ ગણાય છે.જૈન શાસનમાં શિરોમણી ગણાતા ગ્રંથ કલ્પસૂત્ર પણ વલભીપુરમાં લખાયું છે.

વર્ષો પૂર્વે વલભીપુર જ તળેટી હતી. સાથોસાથ જૈન શાસનમાં શિરોમણી ગણાતો ગ્રંથ કલ્પસૂત્ર પણ વલભીપુરમાં જ સંપૂર્ણ લખાયું છે. તેથી જ તો જૈન અને જૈનેતરોમાં વલભીપુર એક આસ્થાનું કેન્દ્ર છે. વધુમાં ભારતભૂમી પર અત્યાર સુધીમાં કોઇપણ સ્થળે એકી સાથે 500 આચાર્યો ભગવંતો એક સ્થળે એક સાથે ભેગા થઇને ચાર્તુમાસમાં પધરામણી કરી હોય તેવું બન્યુ નથી જે આ કલ્પસૂત્ર ગ્રંથની ભૂમીને શ્રેય જાય છે. અને તેથી જ તો અહિં પ્લોટ દેરાસરજીમાં વીરપ્રભુના નિર્વાપ પછી 980 વર્ષ દેવદ્રિગણિ ક્ષમાક્ષમણની અધ્યક્ષતામાં આ 500 આચાર્યો,ભગવંતોની ધર્મ પરિષદ થઇ હતી. અને તેઓએ પુસ્તકારૂઢ કરાવ્યું હતું તેને અત્યારે વલ્લભી વાચના કહેવામાં આવે છે.

વર્તમાન સમયમાં વલભીની પાવન ભૂમિની નજીક બંધુ બેલડી પ.પૂ.આ. જિનચંદ્રસાગરસૂરિશ્વરજી મ.સા. અને પ.પૂ.આ. હેમચંદ્રસાગરસૂરિશ્વરજી મ.સા. દ્વારા સુપ્રસિધ્ધ જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમની સ્થાપના કરવામાં આવી છે. આ બાબત જ કલ્પસૂત્ર ગ્રંથની સાક્ષી પુરે છે.

દેરાસરમાં દેવિદ્રિગણિ ક્ષમાશ્રમણ આદિની ગુણમૂર્તિઓ
આ ઐતિહાસીક પ્રસંગની સ્મૃતિમાં આદિશ્વર ભગવાનનું ત્રણ મજલાનું દેરાસરજીમાં ગૃહગર્ભસ્થામાં 500 આચાર્ય ભગવંતો સહિત દેવિદ્રિગણિ ક્ષમાશ્રમણ આદિની ભવ્ય ગુણમૂર્તિઓ આવેલી છે. આ પ્લોટ દેરાસરજી પાલીતાણા-અમદાવાદ-ભાવનગર હાઇવે ઉપર આવેલ છે. આ ધર્મ પરિષદ ઉપરાંત જે સ્થળે કલ્પસૂત્ર લખાયું છે તે જગ્યા આ તિર્થભૂમિના માર્ગની રજ વડે મનુષ્ય કર્મરૂપી રજથી રહિત થાય છે. તિર્થને વિષે વારંવાર ભૃમણ કરવાથી તીર્થ યાત્રાઓ કરવાથી પ્રાણી ભવભૃમણથી મુકત થાય છે.તીર્થ ક્ષેત્રે જઇને દ્રવ્યનો વ્યય કરવાથી પ્રાણી જન્મમાંતર સ્થિર સંપત્તીવાળો થાય છે અને તીર્થ નાયક વિતરાગદેવની સદભાવે પૂજા કરવાથી પ્રાણી પૂજનીક થાય છે. આ સુત્રને કાયમી બનાવવા પ્લોટ દેરાસરજીને પ.પૂ.નેમીસુરીશ્વરજી મ.સા. એ સ્થાપના કરી છે. શાસન સમ્રાટ અરાલ બ્રહ્મચારી પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર સમરાધિત કંદમગીરી આદિ અનેક તીર્થોધારક શ્રીમદ્દવિજયનેમીસૂરીશ્વરજી મ.સા. પુષ્પ પ્રભાવન મંગલ પ્રતિક સમાન વલભીપુર દેરાસરજીનું મહત્વ છે. અને આ પ્લોટ દેરાસરજીની બાજુમાં જ હર્ષદભાઇ પુનમચંદ દોશી પરિવાર દ્વારા જય તળેટી દેરાસરજી આકાર પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...