વલભીપુર તાલુકાના કાળાતળાવ અને પાટણા ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતેની એમ્બ્યુલન્સ ત્રણ-ચાર મહીનાથી ખરાબ થઇ ગઇ હોવાથી તેને રીપેરીંગ માટે વર્કશોપમાં મુકવામાં આવી છે.એમ્બ્યુલન્સ ત્રણ-ચાર માસથી બંધ હોવાથીફ દર્દીઓને હાલાકી પડી રહી છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની આ એમ્બ્યુલન્સ રીપેરીંગ થઇ ગઇ હોવા છતાં કોઇપણ કારણોસર લેવા જવા માટે કોઇ દરકાર કરતું નથી. તેના કારણે કાળાતળાવ અને પાટણા આરોગ્ય કેન્દ્ર નીચે આવતા ગામડાઓના દર્દીઓને ઈમરજન્સી સમયે વલભીપુર 108 અથવા પુનચંદ વિઠ્ઠલદાસ દોશી સંચાલીત એમ્બયુલન્સની સેવા લેવી પડે છે.
રીપેરીંગ થઇ ગઇ હોવા છતાં કયાં કારણોસર લેવા જવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે? આ બન્ને આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ જો પરત લાવે તો આરોગ્યલક્ષી સેવાનો સમય વધી જાય તેમ હોય તેના કારણે જાણી જોઇને વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સ્થાનીક લોકોએ સબંધીત તંત્રને રજુઆત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.