રાજય પરિવહન નિગમના ભાવનગર વિભાગીય નિયામક દ્વારા બસોની અંદર ડ્રાઇવર અને કંડકટરોએ શું ફીટ ન કરવું અને શું સુશોભીત ન કરવું તે અંગેનો હુકમ કરતાં સૂચન બોર્ડ બસોની અંદર મારવામાં આવ્યા છે. એસ.ટી.બસોની અંદર ડ્રાઈવર-કંડકટર દ્વારા બસની કેબીન અને સલુનની અંદર અથવા સમગ્ર બસમાં કયાંય પણ વધારાનું શુશોભન ન કરવાનું જણાવવામાં આવ્યું છે.
બસની અંદર કોઈપણ જાતનું વાયરીંગ વધારાની હેડ લાઇટ, સાઇડ લાઇટ, મોબાઇલ ચાર્જર, ઈલેકટ્રીક મ્યુઝીક અથવા એરહોર્ન, ઓડીયો સીસ્ટમ અને તેના સ્પિકર, લાઇટ વાળા મંદિર તથા ભગવાનના ફોટા, ડેકોરેટીવ એલઈડી લાઇટસ, વધારાના પંખા વગેરે વસ્તુઓ ફીટ કરવા નહીં કરવાની સૂચના અપાઈ છે અને જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો ખાતાકીય પગલાં લેવાની ચીમકી આપતા બોર્ડ બસ ની અંદર ફીટ કરવામાં આવ્યા છે.
કોઇપણ ડ્રાઈવર કે, કંડકટર તેના ધર્મના ઈશ્વર,ભગવાન ઉપર શ્રધ્ધા ધરાવતા જ હોય છે. તેમાં ખાસ કરીને ગમે તે પ્રકારના પરીવહન વિભાગ હોય શ્રધ્ધા વિશ્વાસ થકી જ ડ્રાઇવરો ડ્રાઇવીંગ સીટ પર બેસતા પહેલા નજર સમક્ષ રાખેલ ભગવાનના ફોટાને અને પછી સ્ટીયરીંગ ને નમન કર્યા પછી બસ શરૂ કરવા સાથે રાત દિવસ ડ્રાઇવીંગ કરતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.