બેરોજગારી:નિવૃતોને કરારથી પોસ્ટીંગની પધ્ધતિથી બેરોજગારીમાં વધારો

વલભીપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરેખર તો લાયકાતવાળા બેરોજગારોને તક મળવી જોઇએ
  • 11 માસ માટે હંગામી પોસ્ટીંગ કરવામાં આવતું હોય અરજદારોના કામ સમયસર થતા નથી

છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા તાલુકા પંચાયત,નગરપાલીકા તેમજ અન્ય સરકારની કચેરીઓમાં નિવૃત થયેલા અધિકારીઓને 11 માસનાં કરાર મુજબ પોસ્ટીંગ આપવામાં આવે છે પરંતું આ હંગામી પોસ્ટીંગ કરવામાં આવતું હોય તેથી અરજદારોનાં કામ સમયસર થતાં નથી.

એક તરફ બેરોજગાર યુવાનોને નોકરી મળતી નથી.તેની સામે નિવૃત થયેલ સરકારી કર્મચારીને પેન્શનનો લાભ તો મળતો જ હોય છે. સૌથી મોટી સમસ્યા છે કે હંગામી કરાર આધારીત અધિકારીઓને કોઇપણ સત્તાધારી પક્ષાનાં કહ્યાંગરા તરીકે કામ કરવું પડે છે નહીં તો કરાર રદ થવાનો અથવા તો ફરજીયાત પણે રાજીનામુ આપવાની ફરજ પાડવામાં આવે તેવું પણ બની શકે.બીજી બાબત ગેરરીતિ પણ વધી શકે.ત્રીજી બાબત 11 માસ દરમ્યાન અરજદારોનાં કામો કેવી પ્રકારનાં છે તેની પર આધાર છે. ઝડપી રીતે થાય પણ ખરા અને ન પણ થાય.

જો વર્ગ-2 ની જગ્યાઓ હંગામી ધોરણે અને તે પણ નિવૃત થયેલા કર્મચારીઓને કરાર આધારીત હંગામી નિમણુંક કરવાને બદલે લાયકાતવાળા બેરોજગાર યુવાનોને તક આપવામાં આવે તો તે વધુ આવકારદાયી પગલુ ગણાશે.

સરકાર દ્વારા કેટલાક સમયથી જે જગ્યા પર કર્મચારી કે અધિકારી નિવૃત થાય તેની જગ્યાએ નવી ભરતી કરવાને બદલે જે તે જગ્યા પર કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પદ્ધતીથી ખરેખર તો શિક્ષીત બેરોજગારો સરકારી નોકરીથી વંચીત રહી જાય છે. સરકારના આ પ્રકારના વલણથી બેરોજગારોમાં નારાજગી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...