વલભીપુરમાં બે પ્રાથમિક શાળાઓ નવી બનવા જઈ રહી છે અને આ બન્ને શાળાઓ સરકાર નહી પરંતુ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દાનથી નવું બાંધકામ થવા જઇ રહયું છે. વલભીપુરની બ્રિટિશ શાસન સમયે મીડલ શાળા તરીકે ઓળખાતી અને ત્યારબાદ તાલુકા શાળા તરીકે અને કેન્દ્રવર્તી શાળા નંબર એક થી ઓળખાતી પ્રાથમિક શાળાનું મકાન વર્ષો જૂનું હોય આ શાળા સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી તેના ઉપર અદ્યતન બાંધકામ સાથે નવા ઓરડાઓનું બાંધકામ શરૂ કરેલ છે.
આ શાળામાં પ્રથમ અને બીજો માળ બનાવવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીઓ માટે સત્યમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં સમૂહ પ્રાર્થના માટેનો વિશાળ ડોમ પણ હશે. આ સમગ્ર શાળામાં નવા બાંધકામ પાછળ જે કાંઈ ખર્ચ થાય તે સંપૂર્ણ ખર્ચ આ શાળાના પૂર્વ વિદ્યાર્થી ડુંગરશીભાઈ ગોટી પરિવાર દ્વારા ઉઠાવવામાં આવેલ છે જ્યારે બીજા એક બીજી અન્ય શાળા જે બ્રાન્ચ શાળાથી ઓળખાતી આ પ્રાથમિક શાળા પણ નવી બનવા જઈ રહી છે.
આ શાળાને પણ નવી બનાવવા પાછળ પૂર્વ વિદ્યાર્થી દ્વારા નવા અધ્યતન બાંધકામ સાથે બનાવવામાં આવી રહી છે. આ શાળાનુ નવનિર્માણ કરવા માટે પૂર્વ વિદ્યાર્થી અશ્વિનભાઈ વેલજીભાઈ ભીલડીયા અને તેમના પરિવાર દ્વારા આ શાળા બનાવવામાં આવી રહી છે આ બંને શાળાઓ પાછળ અંદાજે પોણા બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.