ફરીયાદ:વલભીપુર પંથકમાં નકલી બિયારણ ધાબડી દેવાના પ્રકરણમાં તપાસમાં કંઇ ન વળ્યુ

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરીયાદ અજાણ્યા શખ્સ વિરૂધ્ધની નકલી બીયારણ અંગે કોઇ ફરીયાદ ન હોવાનો રીર્પોટ

વલભીપુર પંથકના ઘણાં ગામડાઓમાં ખેડુતોને નકલી બિયારણ ધાબડી ગયા બાદ કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડુતોએ વડાપ્રધાન કાર્યાલય સુધી ફરીયાદ કરેલ જે ફરીયાદ અન્વયે સ્થાનીક ખેતી નિયામકની તપાસ રીર્પોટના અધારે સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યું છે.

ગત 1 ઓકટોબરના વલભીપુર તાલુકા તેમજ જિલ્લાના અન્ય તાલુકાના ખેડુતોને નકલી બિયારણ ધાબડી દેવાનું રાષ્ટ્રીકક્ષાએ નેટવર્ક ચાલતું હોવાની શંકા સાથે સ્થાનીક ખેડુતોએ વડા પ્રધાન ઈ-પોર્ટલ ઉપર ફરીયાદ કરેલ જે અનુસંધાને વડા પ્રધાન કાર્યાલય દ્વારા ફરીયાદ અન્વયે ખેતી નિયામક ગાંધીનગરને તપાસ કરવા જણાવેલ અન઼ે ગાંધીનગર કચેરીએ ભાવનગર જિલ્લા ખેતી નિયામકને નકલી બિયારણ અંગે ભોગ બનેલ ખેડુતોના જવાબ લઇ યોગ્ય તપાસ કરવા જણાવેલ હતું.

જે અંતર્ગત જિલ્લાના સ્થાનીક અધિકારીએ ભોગ બનેલ શિહોર અને તળાજાના ખેડુતોનો જવાબ તેમજ અન્ય તપાસ કરતા સરકાર દ્વારા સમયાંતરે ખેડુતોને બિયારણ જાગૃતી કાર્યક્રમો થતા હોય છે અજાણ્યા ઇસમો પાસેથી કરેલ છે અને બિયારણ અંગે ખેડુતોને કોઇ ફરીયાદ નથી. તે મતલબનો તપાસ રીર્પોટ રજુ કરવામાં આવતા ગાંધીનગર સ્થિત ખેતી નિયામક કચેરી, કૃષી ભવન દ્વારા ફરીયાદી વિજયભાઇ ડાભીને લેખીત જવાબ રજુ કરતા હવે આ બાબતની તપાસ ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવેલ છે.

ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડયો હતો
આ બીયારણના વાવેતર કરેલ કપાસમાં રૂા.3500 લીટર મોંઘા ભાવની દવા છટકાવ કરવા છતાં કપાસમાં કોઈપણ જાતનો વિકાસ ન થયો આ કપાસ વાવનાર ખેડૂતોને ટ્રેક્ટરનો ખેડ ખર્ચ, નિંદામણ, અને દવાનો ભારેખમ ખર્ચ પણ નીકળે તેમ નથી નકલી બિયારણ ધાબડી જનાર તેમજ ખેડુતોને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો.

અન્ય સમાચારો પણ છે...