તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાહિમામ:વલભીપુરમાં સાત કલાક વિજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલભીપુર શહેરમાં આજરોજ સવારનાં પોણા અગિયાર વાગ્યાની આસપાસ કલ્યાણપુર રોડ પર આવેલ 220 કે.વી. ખાતે કેબલ ફોલ્ટમાં ખામી સર્જાતા સમગ્ર શહેરમાં વિજ પુરવઠો એકાએક ખોરવાતા સાથે સાંજના સવા પાંચ વાગ્યે પૂર્વવત થયો હતો. સતત સાત કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા હતા અને બફારાથી હેરાન પરેશાન થઈ ગયા હતા.

વલભીપુરમાં સપ્તાહના મધ્ય દિવસે એટલેકે બુધવારનાં રોજ સરકારી કચેરીઓ, બેંકો શરૂ થઈ હશે અને અધિકારીઓ કામ શરૂ કરતાં હશે ત્યાં કલ્યાણપુર રોડ ઉપર આવેલ 220 કે.વી.સબ સ્ટેશન માંથી શહેરમાં વિજ પુરવઠો પુરો પાડતો મેઇન કેબલ વાયર સળગી ઉઠતા વિજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. તેના લીધે મામલતદાર કચેરી, ઈ-ધરા કેન્દ્ર, એ.ટી.વી.ટી.કેન્દ્ર, બેંકો અને અન્ય સરકારી કચેરી ખાતે કામો ન થતાં અરજદારો અને ગ્રાહકોને ધક્કા ખાવા મજબૂર થઈ ગયા હતા. વિજ પુરવઠો પુનઃ શરૂ થવામાં ઘણો સમય લાગ્યો હતો જેથી બપોરના સમયે લોકો ગરમીથી બેહાલ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...