તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:વલભીપુર યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો

વલભીપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ,ભાજપ અને આપ વચ્ચે જંગ
  • 37 ફોર્મ ભરાયા, ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

આગામી તા.8 મી સપ્ટેમ્બરનાં વલભીપુર ખેત બજાર ઉત્પન બજાર સમિતિની યોજાનાર ચુંટણી માટે 37 ઉમેદવારોનો રાફાડો ફાટયો છે.આ વખતે કોંગ્રેસ,ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગના એંધાણ વર્તાય રહયાં છે. હજુ ગત ટર્મ સુધી બજાર સમિતિની ચુંટણીમાં ભા.જ.પ. અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ભાગબટાઇ થઇ જતી હોય બજાર સમિતિની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી ચૂ઼ટણી ખાળી શકાતી હતી.

પરંતુ હવે ભા.જ.પ.નું કદ સહકાર ક્ષેત્રે મોટુ થતા તેને કોંગ્રેસને ભાવ આપવાનું ટાળતા ચુંટણી આવી પડશે તે નિશ્ચિત છે અને બીજી તરફ કોંગ્રેસનું એક જુથ ભા.જ.પ. સાથે કુલડીમાં ગોળ ભાગી ન નાંખે તે માટે કોંગ્રેસ પક્ષે બે પેનલ બનાવી ને મેદાનમાં ઉતારી છે.

રાજકિય હુંસાતુસીના ફલશ્રૃતિમાં બજાર સમિતિની કુલ-16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા છે. ફોર્મ ચકાસણી અને તા.1/9 નાં ઉમેદવારી પરત લેવાની સમય મર્યાદા પૂર્ણ થયા પછી સાચુ અને વાસ્તવીક ચિત્ર સામે આવશે. ભા.જ.પ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નગરપાલીકા ચુંટણી પછી ફરી વખત માર્કેટ યાર્ડની ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...