તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાની:બાગાયત જમીનને બદલે જરાયત તરીકે રેવન્યુ રેકર્ડમાં, પિયતની જમીનની સુવિધા હોવા છતા

વલભીપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરાયત ગણીને વર્ષમાં માત્ર એક જ વખત પાક ધિરાણ લોન અપાતા ખેડુતોને નુકશાન

વલભીપુર તાલુકાનાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોની પિયત જમીનની સુવિધા હોવા છતાં બાગાયત જમીનને બદલે જીરાયત જમીન તરીકે રેવન્યુ રેકર્ડમાં ચાલે છે.વલભીપુર તાલુકાની ગણના આમ તો ભાલ પ્રદેશની સુકી ખેતી તરીકે સરકાર રેવન્યુ રેકર્ડ ઉપર ચાલે છે જેના કારણે તાલુકાનાં અનેક ખેડુતોની હાલત કફોડી બની છે કારણ કે, તાલુકાનાં ઘણાં ગામડાઓ એવા છે કે, તે ગામમાં જમીનનાં તળ સારા હોવાથી મીઠુ પાણી હોય છે તેથી ઘણાં સુખી ખેડુતોએ પોતાના ખેતરોમાં કુવા,બોર અને ડાર કરાવેલ છે. અને આથી આવા ખેડુતો વર્ષ દરમ્યાન ખરીફ અને ઉનાળુ તેમ બે પાક લઇ શકે છે આ રીતે બારમાસી ખેતી કરે છે.

પરંતું મહેસુલનાં નિયમ મુજબ જે ખેડુતોને પોતાના ખેતર, વાડીમાં પિયતની સુવિધા હોય તેવા ખેડુતો ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી પાસે જઇને ગામ નમુના નંબર-16નાં ઉતારામાં તેની નોંધ કરાવે છે. અને આ સોળ નંબરમાં નોંધ થયા પછી તેના આધારે ગામ નમુના નંબર-7/12માં બીજા હક્કમાં નોંધ પાડવામાં આવે છે. ત્યારબાદ ખરી હક્કિતે કુવા,બોર કે ડારની નોંધ થયા પછી આવી સુવિધા વાળી જમીન પિયત મતલબ કે બાગાયત તરીકે જમીનનો પ્રકાર બાગાયત તરીકેની પડવી જોઇએ તેના બદલે અન્ય હક્કોમાં કુવો,બોર કે ડારની નોંધ હોય છતાં ખેતીનાં પ્રકારમાં જરાયત તરીકે નોંધ કરવામાં આવે છે. જેનાં જે તે મંડળી તેમજ પાક ધિરાણ કરતી નાણાકીય સંસ્થાઓ આવી જમીનને જરાયત ગણીને વર્ષ દરમ્યાન માત્ર એક જ વખત પાક ધિરાણ લોન આપે છે જે ખેડુત માટે નુકશાન કારક બને છે.

જો કે ઘણા ખરા જાગૃત ખેડુતો રેવન્યુ રેકર્ડ પર બાગાયત ખેતી પ્રકારની નોંધ કરાવે છે પરંતુ આની સંખ્યા ખુબજ જુજ છે. ખેડુતોનાં હિત માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા સરકારમાં રજુઆત કરીને વલભીપુર તાલુકાનાં ખેડુતો બે પ્રકારની ખેતી કરતા હોય તે સંબંધે જરૂરી કાર્યવાહી કરવા રજુઆત કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...