તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:લોકડાઉનમાં મહિલાનાં ચક્ષુદાન અને દેહદાનની ઈચ્છા અધુરી રહી

વલભીપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસનાં કારણે લોકડાઉન અને તેના કારણે ઉભી થયેલી અનેક સમસ્યોનાં લીધે વલભીપુર સ્થિત પટેલ પરિવારનાં મહિલાની પોતાના અવસાન બાદ તેમના દેહદાન અને ચક્ષુદાન કરવાની જાહેર કરેલ વસીયતનામુ અમલ ન કરી  શકયા. 

હાલ કોરોનાનાં કારણે દેહદાન અને ચક્ષુદાનનો સ્વીકાર કરી શકીએ તેમ નથી
વલભીપુરમાં રહેતા ચંપાબેન કુવરજીભાઇ  કુકડીયા (પટેલ) ઉ.વ.70 એ પોતાના મૃત્યુ બાદ તેમના નશ્વરદેહની અંતિમક્રિયા કરવાને  બદલે દેહદાન અને ચક્ષુદાન કરવા અંગેનું વસીયતનામુ ભાવનગર ખાતે આવેલ રેડક્રોસ સોસાયટીને તા.16/4/2016નાં  રજીસ્ટ્રેશન નંબર-1348/2575 થી નોંધણી કરાવેલ હતું. ચંપાબેન કુકડીયાને ગત તા.28 એપ્રીલના હાર્ટએટેક આવતા તેમને ભાવનગર ખાતે સર ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ પરંતુ સારવાર કારગત નહીં નીવડતા તેમનું અવસાન થતાં હોસ્પિટલ ખાતે હાજર તેમના પુત્ર ઘનશ્યામભાઇ કુકડીયાએ તેમના માતાની ઈચ્છા અનુસાર દેહદાન-ચક્ષુદાન માટે રેડક્રોસ સોસાયટીનો સંર્પક કરતા સોસાયટી દ્વારા પ્રત્યુત્તર મળેલ કે, હાલ કોરોના વાઇરસની મહામારીનાં કારણે સરકારની સુચના મુજબ દેહદાન અને ચક્ષુદાનનો સ્વીકાર કરી શકીએ તેમ નથી. આમ,કોરોનાનાં કારણે વલભીપુરનાં પટેલ પરિવારનાં મહિલાનાં ચક્ષુદાન અને દેહદાનની ઈચ્છા અધુરી રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો