ભાવ વધારો:ખાનગી બસના ભાડામાં ઝિંકાયો તોતીંગ ભાવ વધારો, ડીઝલમાં ભાવધારાની સીધી અસર

વલભીપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરથી બોટાદ અને બરવાળાના ભાડામાં રૂ.10થી15 સુધીનો બોજ વધ્યો

પેટ્રોલ-ડીઝલના ભાવમા સતત વધી રહેલા ભાવના પગલે અંતે ભાવનગર થી બોટાદ,બરવાળા તરફ જતી બસોના ભાડામાં એંકદરે રૂ. 10થી 15 સુધીનો વધારો કરી દેવામાં આવતા મુસાફરોના ખીસ્સા ઉપર ભાર વધી ગયો છે. પાછલા ઘણાં દિવસોથી અવિરત પણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોકેટની ગતિએ વધી રહેલા ભાવના પડઘા ભાવનગર નિર્મળનગરથી ઉપડતી ખાનગી મીની બસો જે મોટા ભાગે બોટાદનું ભાડુ રૂ. 50 હતું તે રૂ. 60-65 કરી દેવાયું છે. બરવાળાનું ભાડુ રૂ. 40 હતુ તે રૂ. 50 કરી દેવામાં આવેલ છે. વલભીપુરનું ભાડુ રૂ. 30 હતું જે રૂ. 35 લેવાય છે.

જો કે, જે ગામોના ભાડા જે સ્થળેથી મુસાફરી શરૂ કરો અને જે ગામ સુધી જવાનું હોય તે તમામ ગામોના ભાડામાં મહત્તમ રૂા.5નો વધારો કરવમાં આવ્યો છે. આ રીતે ખાનગી બસોના ઓપરેટરો દ્વારા તોતીંગ ભાવ વધારો ઝીકી દેતા તેની સીધી અસર આમ જનતા મુસાફરોના ખીસ્સા ઉપર ભાર વધ્યો છે. અલબત્ત, રાજય પરીવહન નિગમ દ્વારા હજુ ભાડા વધારા અંગે કોઇ નિર્ણય કરેલ ન હોય તેથી હાલ પુરતું એસ.ટી.બસોના ભાડા મુસાફર જનતા માટે રાહત સમાન છે. જો કે, જે ઝડપે ઈંધણ મોઘું થતું જાય છે તે મુજબ રાજય પરીવહન નિગમ દ્વારા પણ કઠોર નિર્ણય લેવો પડે તો નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...