તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાની વસુલાત:વલભીપુર તાલુકાની ગ્રામ પંચાયતો પાસે રૂ.3 કરોડનું પાણી બીલ બાકી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરવેરો અને પાણી વેરાની વસુલાતમાં ગ્રામ પંચાયત નિરસ

વલભીપુર તાલુકાની કુલ 53 માંથી 33 જેટલી ગ્રામ પંચાયતો માથે પાણી બીલની રકમનું દેવું છે. તેમાં મોટા પાયે પાણી પુરવઠા બોર્ડનું ખાસ્સી મોટી રકમ અંદાજે રૂ.3 કરોડ કરતા વધુ રકમની વસુલાત બાકી હોવાનો પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર આંકડો મળેલ છે. ગ્રામ પંચાયતનાં સરપંચોને નવા વિકાસના કામોની ગ્રાન્ટ મળે તેમાં જેટલો રસ ધરાવે છે તેટલો રસ ગ્રામજનો પાસેથી સરકારી તંત્રના ચુકવવા માટે પાણી વેરો કે વિજ વેરો વસુલાત કરવામાં બિલકુલ રસ ન લેતા હોય પરીણામે તાલુકાની મોટા ભાગની પંચાયતો પાણી બીલના દેવા હેઠળ છે.

સરેરાશ દરેક પંચાયતો પાસેથી પાણીનું રૂ.50 હજાર થી 1.50 લાખ જેટલું છે. એકંદરે 53 ગ્રામ પંચાયત પાસેથી પા.પૂ.બોર્ડ ને રૂ.3 કરોડ કરતા વધુ રકમના બીલની વસુલાત આવી નથી. પાણી બીલ નહીં ભરી શકવાનું કારણ એવું જાણવા મળેલ છે.

આ પંચાયતો દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી ગ્રામજનો પાસેથી વેરો વસુલાત કરતા નથી અને પરીણામે પા.પૂ.બોર્ડને કે અન્ય સરકારી કે અર્ધ સરકારી તંત્રને ચુકવવા પાત્ર થતી રકમ ભરી શકતા નથી. સરપંચોને પંચાયતનું સ્વભંડોળ મજબુત કરવામાં રસ લેવાને બદલે માત્ર કામોની ગ્રાન્ટો લેવામાં વધુ તત્પરતા હોય જેને લઇ જે તે પંચાયતોની આર્થિક હાલત કંગાળ જેવી રહે છે અને વહીવટી કામ આત્મનિર્ભર રીતે થઇ શકતુ નથી.

અન્ય સમાચારો પણ છે...