ફરીયાદ:વલભીપુર થી કાનપુર સુધીના ફોરટ્રેક રોડમાં ગેરરીતીની રાવ

વલભીપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નબળુ કામ ચલાવી નહીં લેનારા ઈજનેરની બદલી
  • ડીવાઈડરના કામ અંગે ખુદ ભા.જ.પ. પ્રમુખે માર્ગ-મકાન મંત્રીને કરેલી ફરીયાદ

વલભીપુર તાલુકામાંથી પસાર થતો ભાવનગર-અમદાવાદ ધોરી માર્ગ નંબર-36 ને ફોર ટ્રેક કરવાની કામગીરીમાં કામ કરતી એજન્સી દ્વારા ગેરરીતી આચરાઇ હોવાની ફરીયાદ ખુદ શાસક ભા.જ.પ.ના પ્રમુખ દ્વારા કરવામાં આવતા ચકચાર મચી છે.વલભીપુર તાલુકામાંથી પસાર થતા રાજયધોરી માર્ગને ફોર ટ્રેક અને વચ્ચે આવતા નદી નાળાઓને પહોળા કરવાની કામગીરી ગત વર્ષના જાન્યુઆરી-2020 થી ચાલુ છે અને કાનપુરથી વલભીપુર સુધીનું કામ એજન્સી મનિષકુમાર એન્ડ કંપની દ્વારા કરવામાં આવે છે.

આ એજન્સી દ્વારા કામ ખુબજ નબળુ થતું ઉપરાંત નિયત સમયમાં કામ પૂર્ણ નહિં કરવાથી વગ ધરાવતી આ એજન્સીને વારંવાર કામ પૂર્ણ કરવાની મહેતલ મળતી રહેતી હોવા છતાં આજ સુધી કામ પુર્ણ કરેલ નથી. આ ઉપરાંત રોડની વચ્ચે અને બાજુ તરફ ડીવાઇડરનું કામ નબળુ કરવા સાથે ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે આ નબળુ કામ ચલાવી નહીં લેતા ભાવનગર માર્ગ-મકાનના ઈજનેરની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે.

તેની જગ્યાએ સીટી સબ ડીવીઝનના અધિકારીને આ કામની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ભષ્ટ્રાચારને સહી લેવામાં નહીં આવે તેવી રજુઆત ખુદ ભારતીય જનતા પક્ષના તાલુકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ દ્વારા માર્ગ-મકાન મંત્રીને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...