રાજકિય પક્ષોમાં ધમધમાટ શરૂ:વલભીપુર તાલુકામાં આઠ ગ્રામ પંચાયતોની યોજાશે સામાન્ય ચૂંટણી

વલભીપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં રાજકિય પક્ષોમાં ધમધમાટ શરૂ થઇ ગયો
  • દુદાધાર ગ્રામ પંચાયતની ચૂંટાયેલી સમગ્ર બોડીએ રાજીનામુ ધરી દેતા ધરાર પેટા ચુંટણી આવી પડી

વલભીપુર તાલુકાની આઠ ગ્રામ પંચાયતોની સામાન્ય અને 32 પંચાયતોમાં વોર્ડ સભ્યોની પેટા ચુંટણી યોજાશે.દુદાધાર ગ્રામ પંચાયતની ચૂંટાયેલી સમગ્ર બોડીએ રાજીનામુ ધરી દેતા પેટા ચૂંટણી યોજાશે. સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓનું જાહેરનામુ બહાર પડતા સાથે વલભીપુર તાલુકામાં રાજકિય પક્ષોમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે.

વલભીપુર તાલુકાના કુલ-53 ગામડાઓ પૈકી 8 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ માટેનું સત્તાવાર રીતે ચૂંટણી પંચે જાહેરનામુ બહાર પાડેલ છે અને તે મુજબ તાલુકાના મેઘવદર , નવાણીયા, કાનપર, રાજપરા ભાયાતી, ભોજપરા,ભોરણીયા, નવાગામ(ગા), કંથારીયા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 32 ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્ય માટેની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે.તાલુકાના દુદાધાર ગામે ચૂંટાયેલ સરપંચ સહિત તમામ સભ્યોઆએ સ્વૈચ્છીક રાજીનામુ ધરી દેતા દુદાધાર ગામની સરપંચ અને સભ્યો માટેની ધરાર ચૂંટણી આવી પડી છે. ચૂંટણી પ્રક્રિયાઓ તા. 29.11.21 થી શરૂ થઇને તા.21.12.21 નાં મતગણતરી સાથે તા.24.12.21 નાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાઓ પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...