દુર્ઘટનાની ભીતિ:પચાસ વર્ષ જુનું વલભીપુર સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ બન્યુ જર્જરીત

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલભીપુર તાલુકા મથકે આવેલ આવેલ સરકારી હોસ્પિટલ (સી.એચ.સી.) કેન્દ્રનું હાલનું બિલ્ડીંગની એકદમ જર્જરીત હાલત થતી જાય છે. આ પચાસ વર્ષ જુનુ હોસ્પિટલ પડી જાય તેનું નક્કિ નહીં.

વલભીપુરની આ સરકારી હોસ્પિટલ પહેલા રેફરલ હોસ્પિટલ હતી અને ઘણા વર્ષ પહેલા ઈન્ડોર દર્દીઓની બેડની સંખ્યા 60 માંથી ઘટીને અડઘી 30 બેડની કરી નાખવામાં આવતા રેફરલમાંથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બની ગયું તેતો ઠીક પરંતુ હાલનું બિલ્ડીગ 1972માં ઉભુ થયેલું છે. જેને પચાસ વર્ષ થવા આવ્યા છે. અન્ડર ગ્રાઉન્ડ સહિત કુલ ચાર માળનું છે. મોટાભાગના બીંબ અને કોલમ જર્જરીત થઇ ગયા છે. દિવાલોમાંથી પ્લાસ્ટર ખરી ગયેલી હાલત છે. પીપળાના ઝાડ ઉગી ગયા છે.

ગત માર્ચ-એપ્રીલ માસ દરમ્યાન કોરોના સારવાર કેન્દ્ર શરૂ કરવા સમયે બિલ્ડિંગની જર્જરીતના કારણે ઓકસીઝન સીલીન્ડરો ત્રીજા માળે ચડાવવા માટે ભારે તકલીફ પડી હતી અને સેવાભાવી લોકોએ જાત મહેનત કરીને સાંકળની ક્રેઈન બનાવી હતી. હોસ્પિટલ મકાનની હાલત રોજ રોજ નબળી પડતી જાય છે. સમારકામ પણ લાંબા સમયથી કરવામાં આવેલ નથી. કોઇ અગમ્ય ઘટના ઘટે તે પહેલા આ બિલ્ડીંગને પાયામાંથી નવું બનાવુ જરૂરી છે. જેથી ભવિષ્યમાં અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પણ વધારી શકાય.

અન્ય સમાચારો પણ છે...