વલભીપુર તાલુકા મથકેથી 20 કિ.મી.દુર ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર આવેલા પાટણા ગામની વસ્તી દશ થી બાર હજારની આસપાસ છે.તાલુકાનું સૌથી મોટુ ગામ હોવા છતાં ગામનો મુખ્ય માર્ગ સહિત આંતરીક રસ્તાઓની હાલત સારી નથી. આ સિવાય અન્ડર ગ્રાઉન્ડ ગટર ની વ્યવસ્થા સારી છે. પીવાનું પાણી લોકોને નિયમીતપણે આપવામાં આવે છે.
ગામ મોટુ હોય સફાઇ પણ રોજ થાય છે. તેના કારણે ગામની સ્વચ્છતા સારી રહે છે.ગામમાં માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળા હોવાથી ધોરણ-1 થી 12 સુધીનું શિક્ષણ ગામમાં જ મળી રહે છે. હાઇવે પરનું ગામ હોવાથી એસ.ટી.બસની સુવિધા મળી રહે છે તેથી પરીવહનની કોઇ ચિંતા નથી. ગામનું ગૌરવ કહી શકાય તે શીતલ મેન્યુફેકચરીંગના ગોવિંદભાઇ એલ.કાકડીયા જેનું સામાજીક,શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ખુબજ યોગદાન છે. તેમના સહયોગથી ગામમાં હાઇસ્કુલ,મંદિરો બન્યા છે તો અન્ય દાતા રાઘવજીભાઇ કાકડીયા છે.
અને મેઘજીભાઇ પોપટભાઇના સહયોગથી ગામમાં તળાવ બનાવી આપેલ છે. અન્ય દાતાઓની મદદથી આરોગ્ય સુવિધા પણ મળી રહે છે.મારૂ સ્વપ્ન છે કે ગામ તાલુકા મથક બને અને લોકોની સુખાકારી વધુને વધુ ઉપલબ્ધ બને તેવી મારી ઈચ્છા છે તેમ મહિલા સરપંચ હર્ષાબેન ઈશ્વરભાઇ કાકડીયાએ જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.