તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જર્જરીત વલભીપુર કોર્ટ બિલ્ડીંગ ગમે ત્યારે કડડભૂસ થવાની ભિતી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મકાન વિભાગનો ટેકનિકલ રીપોર્ટ પણ કન્ડમ હાલતનો
  • નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વૈકલ્પીક સ્થળે કોર્ટનું સ્થળાંતર કરવા રજુઆત

વલભીપુર ખાતે આવેલ ન્યાય મંદિર સંકુલની હાલત અત્યંત જર્જરીત અને પડુપડુ હાલત હોય હાલનું આ મકાન ગમે ત્યારે ધ્વંશ થઇ શકે તે હદે ગાબડા અને સ્લેબ સાથે દિવાલોમાં તીરાડો પડી ગઇ છે. કોર્ટ પરીસરમાં દરરોજ અસંખ્ય અસીલો,અરજદારો,વકીલો,પોલીસમેનો,સાહેદો સહિત અન્ય લોકોની મોટા પાયે અવરજવર રહેતી હોય છે. અત્યારનું કોર્ટ બિલ્ડીંગ 40 થી 45 વર્ષ જુનુ છે. ઉપરાંત હાઇવેથી દોઢ થી બે ફુટ નિચે ખાડામાં આવી જતાં ચોમાસાનું પાણી કોર્ટ કંપાઉન્ડમાં ભરાતા બિલ્ડીંગની હાલત દિવસે દિવસે કન્ડમ થતી જાય છે.

તાઉતૈ વાવાઝોડા સમયે આગળના ભાગની છત ધરાશાયી થઇ હતી. હાઇવે પરથી પસાર થતા હેવીલોડ વાહનોને કારણે કોર્ટ રૂમમાં ધરતીકંપ જેટલું વાઇબ્રેશન અનુભવાય છે અને આ કારણે દિવાલોમાં તીરાડો વધુ થતી જાય છે.

કોર્ટના નવા અદ્યતન બિલ્ડીંગ માટે મહેસુલ વિભાગ દ્વારા જમીન ફાળવણી અંગેની કાર્યવાહી શરૂ છે પરંતુ ફાઇનલ સ્થળ બાબતે નિર્ણય થતો ન હોય તેમજ નવા મકાનની કામગીરી કયારે શરૂ થાય તે હજુ કંઇ કહી શકાય નહીં અને વર્તમાનમાં આ બિલ્ડીંગનો વપરાશ કરવા યોગ્ય નથી તેવો ટેકનીકલ રીપો ખુદ માર્ગ-મકાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે હાલનું કોર્ટ બિલ્ડીંગ અન્ય કોઇ ભાડાના મકાનમાં સ્થળાંતર કરવામાં આવે તેવી રજુઆત વલભીપુર બાર એસોશીયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને ડીસ્ટ્રીકટ કોર્ટ સમક્ષ રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...