સારા વરસાદથી ખેતીનું ચિત્ર બદલાયું:વલભીપુર પંથકમાં કપાસમાં સારા ભાવોથી ખેડુતો ગેલમાં

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસના રૂપીયા ત્રણસો મજુરી ચુકવવા છતાં મજુરો મળવા મુશ્કેલ

પાછળના સારા વરસાદથી તાલુકામાં ખેતીનું ચિત્ર બદલાયા બાદ વલભીપુર પંથકના ખેડુતોને ચાલુ વર્ષે સારા પ્રમાણમાં કપાસના ભાવોની ખરીદી થતી હોય ખેડુતોમાં આનંદ છવાયો છે. સાથે મજુરી ખર્ચ વધવા છતાં પર્યાપ્ત રીતે મળતા ન હોય જેને લઇ સમયસર વીણ લઇ શકાતી નથી.

સપ્ટેમ્બર માસમાં કયાંક મેઘ મહેર તો કયાંક કહેરની જેમ મેઘરાજા ધનાધની બોલવતા સમગ્ર ખેતીનું ચિત્ર બદલાઇ ગયું છે. ઓગષ્ટ માસ મેઘરાજાને મનાવવા માટે ઘણાં ગામોએ ખેડુતો દ્વારા પર્યજન્ય યજ્ઞ કરેલા જે પ્રાર્થના સપ્ટેમ્બર માસમાં ફળીભૂત થતા ખેતરોમાં ઉભા પાકોને નવજીવન મળ્યુ હતું. હાલમાં કપાસના ભાવો રૂપીયા 1300 થી લઇ 1500 સુધીની ખરીદી થઇ રહી છે. જે ગત વર્ષ કરતા રૂ.200 થી 300 વધુ હોવાનું ખેડુતો જણાવી રહયાં છે. જોકે તેની સામે કપાસ વીણ કરવા માટે મજુરીના ભાવ રૂ.300 ચુકવવા છતાં હાલ ખેડુતોને ખેત મજુરો મળતા ન હોય ખેતરોમાં કપાસ સાચવવા માટે ઉજાગરા કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...