તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેતીમાં પિયત જમીનમાં પિયત કામ માટેની સોલાર સીસ્ટમ જુના દરે અથવા વિજ લોડ વધારાની વસુલ કરેલ રકમ પરત કરવા ખેડુતોમાં માંગ ઉઠી છે.
ખેતી પીયત કામ માટે સોલાર સીસ્ટમના ફાયદા વિષે ખેડુતોને સમજણ ન હતી. આથી વલભીપુર તાલુકાના બરવાળા અને બોટાદ ગ્રામ્ય સબ ડીવીઝન હેઠળના પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ વલભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ગ્રામ પંચાયતના મેદાનમાં મીટીંગ રાખીને 100 જેટલા ખેડુતોને સમજણ આપી હતી કે, સોલાર સીસ્ટમ લેતા પહેલા ખેડુતોએ વીજ કનેકશનનો લોડ વધારો મા઼ગી લ્યો અને તે મંજુર થયા પછી લોડ વધારાની રકમ ભરપાઇ કરો પછી સોલાર સીસ્ટમની માંગણી મુકો તો ખેડુતોને ભવિષ્યમાં કાયમી મોટી આવક થશે. વીજ કંપીની અધિકારીઓ એ આવી રીતની સમજણ ખેડુતોને આપતા મોટાભાગના઼ ખેડુતોએ લોડ વધારાની રકમ માંગણી કરતા અનેક ખેડુતોને મંજુરી મળતા લોડ વધારાની રકમ ભરી આપેલ આ રકમ ભરપાઇ થયા બાદ સોલાર સીસ્ટમ લેવા માટે ખેડુતોએ અરજી કરતા વીજ કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું કે, હવે સોલાર સીસ્ટમ લેવા માટે ખેડુતોએ ભરવાની થતી રકમ અનેક ગણી વધી ગઇ છે. અને આવી રકમનો વધારો ખેડુતો ને પોસાય તેમ ન હોય સોલાર સીસ્ટમ લેવાની મોટાભાગના ખેડુતો એ માંડી વાળેલ છે. આમ વીજ કંપનીએ ખેડુતોને આબાદ રીતે છેતરી ગઇ હોવાનો એહસાસ ખેડુતોને છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.