તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુર યાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ:ખેડુત અને ખરીદ વેચાણ સંઘ મળીને કુલ 21 ઉમેદવારો મેદાનમા

વલભીપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભા.જ.પ. - કોંગ્રેસની ગોઠવણથી વેપારી વિભાગના 4 ઉમેદવારો બિનહરીફ થયા

આગામી નવમી સપ્ટેમ્બરનાં વલભીપુર ખેત ઉત્પન બજાર સમિતિની સામાન્ય ચુંટણીમા મતદાન થશે. જેમાં ખેડુત અને સહકારી વેચાણ સંઘ વિભાગની ચુંટણી અર્નિવાય થઇ પડી છે.ખેડુત વિભાગની 10 સભ્યો માટે 18 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં ભા.જ.પ.,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.

17 વર્ષથી માત્ર એક ઓફીસ ઉપર ચાલતી અને બિન હરીફ થતી ચુંટણીમાં આ વખતે બજાર સમિતિની ચુંટણીમાં સહકારી કરતા રાજકિય હુંસાતુસીના કારણે ચુંટણી આવી પડી છે અને સૌથી વધુ ખેડુત વિભાગના કુલ-10 સભ્યો માટે ભા.જ.પ.,કોગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે જયારે ખરીદ વેચાણ મંડળીની કુલ-2 બેઠક માટે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા 3 ઉમેદવારો વચ્ચે ચુંટણી થશે અને વેપારી વિભાગ સમજુતી થઇ જતા મહેન્દ્રસિંહ યુ.ચૌહાણ. નામદેવસિંહ જી.પરમાર,મહેશભાઇ એચ.ડાવરા અને પ્રદ્યુમનસિંહ એમ.ગોહિલ. બિન હરીફ ચુંટાયા છે.

અત્યાર સુધી સુષુપ્ત અને ભા.જ.પ.-કોંગ્રેસ વચ્ચે ગોઠવણ થઇ જતી પરીણામે ચુંટણી ટળી જતી હતી.પરંતુ આ વખતે ખુદ કોંગ્રેસ વિરૂધ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડુત વિભાગમાં ઉમેદવારો ઉભા રાખતા ચુંટણી અનિવાર્ય થઇ પડી છે.

અન્ય સમાચારો પણ છે...