સ્મૃતિ:મૂંછાળીમાની માતૃભૂમિમાં કાયમી સ્માકર ઉભુ કરો

વલભીપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મારક ઉભુ કરવા સંસ્થાઓ ,દાતાઓ આગળ આવે
  • ગીજુભાઇ બધેકાનું બચપણ વલભીપુરમાં થયું હોય તેમની સ્મૃતિ જિવંત રાખવા ઉઠતી માંગ

પ્રાચીન વલભી, રાજાશાહી સમયનું વળા અને વર્તમાન સમયનું વલભીપુર એટલે મુંછાળી માં ગીજુભાઇ બધેકાની માતૃભૂમિ અને માદરે વતન ખાતે તેમનું કાયમી સ્મારક બનાવા માટે ભારે ઉદાસીનતા સામે આવી છે.

બાળવાર્તાકારનું બચપણ વલભીપુર શહેરમાં આવેલ ભટ્ટશેરી ખાતે થયેલ હોવાનું શહેરના બુર્ઝગો જણાવી રહ્યાં છે. તેમ છતાં આવા પનોતા પુત્રનું આજદિન સુધી તેમનું સ્ટેચ્યુ,સ્મારક બનાવવા અંગે સામાજીક,શૈક્ષણિક અને રાજકિય અગ્રણીઓ આગળ આવ્યા નથી.બે દશકા પૂર્વ પુનમચંદ વિઠ્ઠલદાશ દોશી ટ્રસ્ટ દ્વારા અને ભામાશા હર્ષદભાઇ દોશી દ્વારા ગીજુભાઇ બધેકાના નામનું બાળમંદિર શરૂ કરેલ અને થોડા સમય પહેલા નગરપાલીકા દ્વારા ઘેલો નદીના પુલ પાસે ગીજુભાઇ બધેકાની ભૂમિપર સ્વાગત છે તેવું માત્ર બોર્ડ મુકી સંતોષ માની લીધેલ.

હવે જયારે રાજય સરકારે તેમના જન્મ તારીખ 15 નવેમ્બરના દિવસે સમગ્ર રાજયમાં બાળવાર્તા દિન તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરેલ છે ત્યારે તેમની જ ભૂમિ ઉપર તેમનું કાયમી સ્મારક ઉભુ કરવા માટે શહેરની કે કોઇપણ ખાનગી કે જાહેર સંસ્થાઓ અથવા તો દાતાઓ રસ દાખવી આગળ આવે તે ઈચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...