ચુંટણી:વલભીપુર બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની થશે ચૂંટણી

વલભીપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો થયેલો વિજય
  • સવા મહિના બાદ ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પડતા હોદ્દો મેળવવા લોબીંગ શરૂ

વલભીપુર ખેત બજાર ઉત્પન્ન બજાર સમિતિના નવી ચુંટાયેલ બોડી માટે પ્રમુખ, ઉપપ્રમુખ માટેની ચુંટણી અંગેનું જાહેરનામુ બહાર પડતા આ બન્ને પદો માટેની આગામી તા.25 નવેમ્બરનાં ચુંટણી યોજવામાં આવશે. એ.પી.એમ.સી.ની સામાન્ય ચુંટણી ગત તા.9મી સપ્ટેમ્બરના મતદાન થયેલ અને તા.10 મી સપ્ટેમ્બરનાં મતગણતરી થતા ભા.જ.પ.પ્રેરીત પેનલનો ભવ્ય વિજય થયો હતો.

ત્યારબાદ સવા મહિના જેટલા વિલંબ બાદ બજાર સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચુંટણી અંગેનું જાહેરનામુ બહાર પડતા સાથે આ બન્ને પદ માટે ભા.જ.પ.માં લોબીંગ શરૂ થઇ ગયું છે અને એક વ્યકિતી એક પદની ફોર્મ્યુલા લાગુ કરવાની હિમાયત કરવામાં આવી રહી છે. જેથી કરીને આ પદ માટે જિલ્લા સંગઠન દ્વારા નક્કિ કરી લેવામાં આવેલ વ્યકિતને ચેરમેન બનાવી શકાય તેવા સોગઠા ગોઠવાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...