વલભીપુર શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા(એસ.બી.આઇ.) શાખામાં સપ્તાહના આરંભના દિવસે ભારે ભીડ રહે છે. બેંક દ્વારા ગ્રાહકને ટોકન આપવામાં આવતા ન હોવાથી ગ્રાહકોના સબંધીત કાઉન્ટર પાસે કતાર લાગે છે અને તેમા નજીક નજીક કાઉન્ટરો હોવાથી એક બીજા કાઉન્ટરના ગ્રાહકોને લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી પડે છે.
જો બેંક દ્વારા ભીડના દિવસો દરમ્યાન ટોકન આપી દેવામાં આવે અને તે ટોકન નંબરનો પોકાર થાય અથવા તો ડીઝીટલ ડીસપ્લે ઉપર દર્શાવામાં આવે તો તે ટોકનવાળા ગ્રાહક ઉભા થઇને કાઉન્ટર પાસે જઇ પોતાનો વ્યવહાર પૂરો કરી શકે અને અન્ય ગ્રાહકો વેઇટીંગમાં બેસી શકે તો બેંક વ્યવસ્થા પણ જળવાઇ રહે.
ટોકન સિસ્ટમ હોય તો લાઇનમાં ઉભા રહેવુ ન પડે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ખાતે ઘણાં સમય પહેલા ડીઝીટલ ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી હતી.પરંતુ તે થોડો સમય શરૂ રહ્યાં બાદ બંધ કરી દેવામાં આવ્યા પછી પુન: શરૂ ન થઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.