તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર-અમદાવાદ હાઇવે પર હવે હદબારનાં ડાયવર્ઝનથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.દર્દીઓને લઇ જતી 108 અને અન્ય એમ્બયુલન્સો ટ્રાફીક જામમાં રોજ ફસાયા કરે છે. છેલ્લાં 7 માસથી ભાવનગર-અમદાવાદ રાજયધોરી માર્ગનાં નાના-મોટા નદી નાળા સાથે કોઝવેને પહોળા કરવાની કામગીરી શરૂ છે. 15 દિવસ પૂર્વે વરતેજ ફાટકથી માત્ર વલભીપુર સુધીમાં 26 ડાયવર્ઝન હતા તે હાલ વધીને 32 થયા છે. ઉપરાંત અમુક ડાયવર્ઝન તો એવા છે કે, ગોળાઇ હોવા છતાં કોઇ રેડીયમવાળા દિશા સૂચક ચિન્હ નહીં મુકાતા અજાણ વાહન ચાલકો ભારે આપદા પડે છે. પરિણામે ઘાંઘળી થી ચોગઠનાં ઢાળ સુધીમાં એકાતરા નાના મોટા વાહન અકસ્માતો સર્જાય છે.
હાલ વલભીપુર થી 2 થી 5 કિ.મી.નાં અંતરે હાઇવે લેવલ થી ખુબજ ઉંચા લેવલે ડાયવર્ઝન કરવા સાથે તુરંત સીંગલ પટ્ટી રસ્તો આવતા વાહનો સામ સામી આવી જતાં ખાસ્સા સમય સુધી ટ્રાફીક જામ રહે છે.આવા સમયે ઈમરજન્સી દર્દીઓને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જતાં ર્દદીને સારવારમાં વિલંબ થાય છે. નાળાઓ અને રસ્તાનું જોઇનીંગ લેવલ પણ દોઢ બે ફુટ જેટલા ખાડાઓ હોય વાહનો ધડાધડ ખાડામાં ખાબતા હોઇ જેથી સ્પેરપાર્ટસ સાથે ચેસીસને પણ નુકશાન થાય છે. અને વળી એકાદ બે ડાયવર્ઝન નહીં ફાટક સુધીના 30 કિ.મી.હાઇવે પર નાના-મોટા 32 જેટલા ડાયવર્ઝન પસાર કરવા પડે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.