તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વલભીપુરની ગંભીરસિંહજી સ્કુલના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવા માંગ

વલભીપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલભીપુર શહેરની ગંભીરસિંહજી હાઈસ્કુલ ની પાછળ આવેલ વિશાળ અને સમથળ મેદાન જે તે સમયે વળા સ્ટેટ દ્વારા ગામ માટે વિવિધ પ્રકારનું ગામ સમસ્ત આયોજન કરી શકાય તે માટે આ જગ્યા ગ્રામજનાને ભેટ આપી હતી.આ શાળામાં નો સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થાય તેમજ જિલ્લા તેમજ રાજય કક્ષાની રમત ગમતોનું સ્પર્ધાત્મક આયોજન પણ કરી શકાય તેમ છે.

હાલમાં આ વિશાળ મેદાનની અંદર શહેરનાં બાળકો અને યુવાનો રમત ગમતની અલગ અલગ પ્રવૃતિઓ કરે છે. અને ડે-નાઇટ ક્રિકેટ મેચનું આયોજન તેમજ એથ્લેટીકસ રમતોનું પણ આયોજન આ મેદાન પર થાય છે. માટે જો આ મેદાન પર રાજય સરકારના રમત ગમત મંત્રાલય દ્વારા જો સ્પોર્ટ સંકુલ બનાવી ને રમત ગમતની પ્રવૃતિ ને પ્રોત્સાહિત કરે તે દિશામાં જો કાર્યવાહી થાય તો જિલ્લા તેમજ રાજય કક્ષાની રમત ગમતોનું સ્પર્ધાત્મક આયોજન પણ થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો