પાટણા ગામ વલભીપુર તાલુકાનું સૌથી મોટુ ગામ છે અને આ ગામ ભાવનગર-અમદાવાદ હાઇવે નજીક વસેલુ છે. પાટણા ગામમાં આવેલ શૈક્ષણિક સંસ્થા ખાતે તેમજ પાટણા ગામના વિદ્યાર્થીઓ પણ બરવાળા,વલભીપુર,ધંધુકા, અને ભાવનગર તરફ બન્ને તરફ નિયમીત રીતે અપ-ડાઉન કરે છે તેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે પણ એક્ષપ્રેસ બસને સ્ટોપ આપવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત પાટણા ગામ અમદાવાદ,સુરત જેવા મોટા શહેરો સાથે સામાજીક,વ્યાપારીક અન્ય ધંધા રોજગારથી જોડાયેલુ હોય ગ્રામજનાને અવાર-નવાર આ શહેરોમાં જવા આવવાનું થતું હોવાથી પાટણાને એક્ષપ્રેસનું સ્ટોપ ન હોવાથી અમદાવાદ,સુરત કે અન્ય શહેરોમાંથી આવતા મુસાફરો જો ભાવનગર તરફથી આવતા હોય તો બરવાળા સુધીની અને જો અમદાવાદ તરફથી આવતા હોયતો વલભીપુર સુધીની ટીકીટ લેવી પડે છે.
પાટણા ગામની વસ્તી અને હાઇવેની અનુકુળતા જોવામાં આવે તો એક્ષપ્રેસની તમામ રૂટોનું બસ સ્ટોપ આપવું જોઇએ કારણ કે આ ગામના લોકો વલભીપુર સુધીની ટીકીટ લેવા છતાં પાટણા ઉતરવા માટે કંન્ડકટર-ડ્રાઇવરને વિનંતી કરવા છતાં ઉધ્ધત વર્તન મુસાફરો સાથે કરતા હોવાના અનેક બનાવો બનેલ છે. પાટણા (ભાલ) ગામને તમામ એક્ષપ્રેસ બસોને સ્ટેજ કેરેજ મુજબનો કાયદેસર રીતે સ્ટોપ આપવા માટે પાટણાના કે.બી.મકવાણાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.