જોખમી:સિંહ-દિપડાના પડાવ કાળીયાર માટે જોખમી

વલભીપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યારણથી 10 કિ.મી.ના અંતરે જ સીમમાંથી વન વિભાગને ફુટ પ્રિન્ટ મળી

વલભીપુર,બોટાદ અને ભાવનગર તાલુકાનાં ગ્રામ્ય સીમ વિસ્તારમાં સિંહ અને દિપડાનો પ્રવેશ થયો હોવાની વાતને વન વિભાગ દ્વારા પૃષ્ઠી મળેલ છે ત્યારે તાલુકા નજીક આવેલ બ્લેક બક (કાળીયારહરણ) અભિયારણ માટે સૌથી મોટુ જોખમ ઉભું થયું છે.આ હિંસક વન્ય પ્રાણીઓના સગડ મેળવવા વન વિભાગને ઉજાગરા કરવા પડયા છે.

થોડા દિવસ પહેલા વલભીપુર તાલુકાના પાટણા (ભાલ),રાજગઢ ગામોની સીમમાં સિંહ-દિપડાના અવાજ અને ગ્રામ્ય ખેડુતોએ નજરે જોયાના અહેવાલ મળતા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમ્યાન સીમ ખેતરોમાંથી આ વન્ય પ્રાણીઓના ફુટ પ્રિન્ટ મળયાની હિક્કતની વન અધિકારી દ્વારા પૃષ્ઠી મળેલ છે અને વલભીપુર તેમજ ભાવનગર વન વિભાગ દ્વારા સાવચેતી રાખવા અપાઈ છે.

પાટણાની સીમમાંથી ફુટ પ્રિન્ટ મળેલ છે તે સીમમાંથી વિશ્વ પ્રસિધ્ધ કાળીયાર હરણનું અભિયારણ માત્ર 10 થી 15 કિ.મી. કરતા પણ ઓછું અંતર છે અને અભિયારણમાં હજારો કાળીયાર સાથે નીલ ગાયો પણ વસવાટ કરી રહ્યાં છે તેવામાં આ હિસક પ્રાણીઓએ ધામા નાંખતા વન વિભાગને ઉજાગરા થયા છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારોમાં સગડ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.પ્રાણીઓ કાળીયારના હબમાં પ્રવેશ કરીને હરણ અને નીલગાયનો શિકાર કરવામાં સફળ રહ્યા તો અભિયારણ ઉપર મોટો ખતરો ઉભો થશે.

પ્રાણીઓની ઓળખ માટે સાસણગીરથી ટીમ આવી છે
વલભીપુર પંથકમાં સિંહ-દિપડાના આંટાફેરા વધી ગયા છે આ વન્ય પ્રાણીઓ કદાચ રક્ષીત વિસ્તાર કાળીયાર અભ્યારણમાં ન પહોંચે તે માટે ચાર પાંચ દિવસથી શોધખોળ શરૂ છે આ પ્રાણીઓની ઓળખ કરવા માટે સાસણગીરથી એક ટીમ આવી છે પહેલા સિંહ-દિપડાની ચોકસાઇ કરી લેવાય તો પછી ઉચ્ચ કક્ષાએથી સુચના મળે તે પ્રમાણે કાર્યવાહી કરી શકાય.ત્રણ-ચાર દિવસ પહેલા પાટણા તેમજ આસપાસના ગામો તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામ આસપાસ સીમમાં ફુટ પ્રિન્ટ મળેલ છે > પી.બી. ચૌહાણ, વન અધિકારી,વલભીપુર નોર્મલ રેન્જ

અન્ય સમાચારો પણ છે...