હાલાકી:વલભીપુર બેંકના ક્રેડીટકાર્ડ ધારકોને તહેવારોમા હાલાકી

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ઓર્ડર કર્યા પછી કેન્સલ કરવા પડે છે

વલભીપુર શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા(એસ.બી.આઇ.) શાખાના ક્રેડીટ કાર્ડ ધારકોને હાલ દિવાળીના તહેવારોનાં દિવસોમાં કાર્ડમાં રીફંડ જમા નહીં આપવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવેલ છે. ગ્રાહકો બેંક શાખામા જાય પરંતુ કાર્ડ સંબંધેની કાર્યવાહી કરવા માટે કોઇ ચોક્કસ કર્મચારી ન હોવાથી હાલાકી ભોગવાનો સમય આવ્યો છે.

એસ.બી.આઇ.વલભીપુર શાખામાં ખાતુ ધરાવતા અને બેંકનું ક્રેડીટ કાર્ડ ધરવતા ગ્રાહકોને હાલ દિવાળીના તહેવારોને લઇ ઓનલાઇન ઈ-સ્ટોર ઉપર એસ.બી.આઇ.ક્રેડીટ કાર્ડ ધરાવતા લોકો ખાસ ડીસ્કાઉન્ટ આપવામાં આવતુ હોય છે. ખુદ બેંક પણ કાર્ડ ધારકોને સ્કીમ આપી રહી છે ત્યારે શહેરના ઘણાં ગ્રાહકો ઓન લાઇન ઓર્ડર કર્યા પછી ઓર્ડર કેન્સલ કરતા હોય છે અને ઓર્ડર સમયે ગ્રાહકના કાર્ડમાંથી પૈસા કપાઇ ગયેલ હોય છે જે કપાયેલા પેસા ઓનલાઇન ઈ-સ્ટોર દ્વારા ગ્રાહકના ખાતામાં બે-ત્રણ દિવસ પછી રીફંડ પરત કરે છે.પરંતું કંપની દ્વારા રીફડ આવેલ રકમ બેંક કાર્ડમાં આ રકમ જમા આપવામાં આવતા નથી જેથી ગ્રાહકોની જે ક્રેડીટ લીમીટ હોય તે ઓછી થઇ ગયેલી હોવાથી તે ગ્રાહક અન્ય ચીજ વસ્તુઓ ઓનલાઇન ખરીદ કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...