દબાણ:વલભીપુરમાં બેંક ઓફ બરોડાવાળી જગ્યા પર નગરપાલીકાની વગર મંજુરીએ બાંધકામ કરવામાં આવતા વિવાદ

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ નથી માર્જીન કે શૌચાલય અને પાર્કીંગની સુવિધા : બાંધકામ અટકાવવા લેવાયો કોર્ટનો આશરો

વલભીપુરમાં જુની બેંક ઓફ બરોડાવાળી જગ્યામાં રાજકીય હોદ્દેદારોની કંન્ટ્રકશન પેઢી દ્વારા નિયમનો છડેચોક ભંગ કરી બેરોકટોક રીતે બાંધકામ શરૂ રાખતા વિવાદ ઉભો થયો છે.સામાન્ય નાગરીકને નિયમો આગળ ધરીને કાયદા બતાવવામાં આવે છે જયારે રાજકીય સાંઠગાંઠ ધરાવનારાઓને ઉની આંચ આવતી નથી.

આ જગ્યા ઉપર એક સમયે બેંક ઓફ બરોડાની શાખા કાર્યરત હતી પરંતુ બેંક અન્ય સ્થળે સ્થળાંતર કરતા આ જગ્યા તેના મુળ માલિકો દ્વારા માધવરાય કંન્ટ્રકશનના માલિકોએ વેચાણથી રાખેલ અને ત્યારબાદ માધવરાય કંન્ટ્રકશન પેઢી દ્વારા કોમર્શિયલ બાંધકામ શરૂ કરી શોપીંગ સેન્ટર નગરપાલીકા કે અન્ય કોઇ સરકારી મંજુરી અને પ્લાન નકશા મંજુર કરાવ્યા વગર માત્ર રાજકીય પક્ષ સાથે સંકળાયેલ આ પેઢીએ સ્વાયત્ત સંસ્થાને સાઇડ લાઇન કરી બાંધકામ શરૂ રાખતા શહેરના જાગૃત નાગરીકો દ્વારા અદાલતના દ્વાર ખખડાવેલ છે અને આ બાંધકામ અટકાવવા માટે દાવાઓ દાખલ કરેલ છે જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે.

સામાન્ય નાગરીકોને કાયદા અને નિયમોનું કારણ આગળ ધરી વગર મંજુરીએ બાંધકામ કરનારા સામે કાયદાનો કોરડો વીજવામાં આવે છે જયારે આ બાંધકામ સત્તાધીશોની રહેમ દ્રષ્ટ્રી રાખતા હોવાથી સમરથ કો નહીં દોષ ગોસાઈની જેમ બેરોકટોક શોપીંગ સેન્ટરનું કામ શરૂ છે જેમાં નિયમ મુજબ નથી પાર્કીગ કે શૌચાલયની સુવિધા કરવામાં આવી નથી. તંત્રની વગર મંજૂરીએ કરવામાં આવી રહેલા બાંધકામ અંગે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...