મુશ્કેલી યથાવત:વલભીપુરમાં યોજનાની સાઇટોમાં સતત ધાંધીયા

વલભીપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક અઠવાડીયાથી લોકોની મુશ્કેલી યથાવત
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા,મુખ્યમંત્રી અમૃતમ યોજના જેવા કામ માટે લોકોને ધકકા

વલભીપુર શહેર અને તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ સરકાર દ્વારા નિ:શુલ્ક મળી રહે તે માટે સરકારની યોજનાની કામગીરી ઓનલાઇન કરવી ફરજીયાત છે પરંતુ સરકારની આ ઓનલાઇન સર્વીસની લાઇન છેલ્લાં એક સપ્તાહથી ઠપ્પ છે. વલભીપુર શહેર અને તાલુકામાં વસતા એવા પરીવારો કે જેની વાર્ષિક આવક રૂ. ચાર લાખ હોય તેવા પરીવારના સભ્યોને ક્રિટીકલ આરોગ્ય સેવાઓ વિનામુલ્યે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા,મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સયુંકત નામ આપવામાં આવેલ છે.

અને આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પરીવારનાં મુખ્ય વ્યકિત દ્વારા જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે રાખી ઓનલાઇન અરજી કરવાની હોય છે પરંતું સાઇટ છેલ્લા એક અઠવાડીયાથી શરૂ બંધ જેવી હોય જેના લીધે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને સાઇટ હમણા શરૂ થશેની રાહમાંને રાહમાં આખો દિવસ બગડે છે.આવી પરિસ્થિતી એક બે દિવસ પુરતી નથી છેલ્લા એક અઠવાડીયાથી આ હાલત હોય સબંધીત તંત્રએ આ સમસ્યાનો તાકીદે ઉકેલ આવે તેવા તાત્કાલીક પ્રયત્નો કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...