તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલભીપુર શહેર અને તાલુકા સહિત ભાવનગર જિલ્લાભરનાં ખેડુતોને માત્ર ખેત ઉત્પાદન પુરતા જ હેરાન પરેશાન નથી થતા હોતા પરંતુ સાથો સાથ ખેતીની જમીનનાં સરકારી રેવન્યુ રેકર્ડ સંબંધેની કાર્યવાહી કરવામાં પણ અટપટા અને અભણ ખેડુતોને ન સમજાય તેવા કાયદાઓથી હેરાન પરેશાન થતા આવે છે.
કોઇપણ ખેડુત સગા ભાઇ બહેન હોય અને તેવા સંજોગોમાં જો વહેંચણ કે અન્ય કોઈ સમજુતી મુજબ જે તે સર્વે નંબર વાળી જમીન અરસ પરસની સમજુતી મુજબ સર્વે નંબર અદલ બદલ કરવો હોય તો પણ સરકારનાં પરિપત્ર પ્રમાણે ખેડુતોને સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવી પડે છે. આ નિયમમાં ફેરફાર કરી પરત લેવા માટે ત્રણ વર્ષ અગાઉ મહેસુલ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં આ ખેડુતાના હિત લક્ષી નિર્ણય હજુ સુધી લેવામાં આવેલ નથી. માત્ર અદલ-બદલ થતી ખેતી જમીન પુરતી સ્ટેમ્પ ડયુટી જ નહીં પણ ખેડુતે પોતાની હયાતી દરમ્યાન પોતાના વારસદારોનાં નામ દાખલ કરાવેલ હોય અને આવા કિસ્સાની અંદર જો 5 વર્ષ કરતા વધુ સમય થઇ ગયો હોય અને જો કોઇ વારસદાર પોતાનો હક્ક જતો કરવા માંગતા હોય તો આવા કિસ્સામાં પણ ભાગે આવતા ક્ષેત્રફળ મુજબ સ્ટેમ્પ ડયુટી સરકારને ભરપાઇ કરવી પડે છે. આ બાબત કાયદાની વિરૂધ્ધ હોય તેમાં સુધારો કરવો જોઇએ તેવી માંગ ખેડુતો દ્વારા કરવામાં આવી છે.
ખેતીની જમીનના સરકારી રેવેન્યુ રેકર્ડની પ્રક્રિયા ગામડાના ખેડૂતોને સીધી રીતે સમજાતી નથી આથી આ અટપટ્ટી અને જટીલ પ્રક્રિયા સાથેના કાયદાઓ બદલવા અથવા તો તેનું સરળીકરણ કરવા ખેડૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.