ફરિયાદ:આવકના દાખલા માટેની વર્તમાન પદ્ધતિ યોગ્ય ન હોવાની ફરિયાદ

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વીઘા કે 100 વીઘા જમીન હોય તમામને માંગ્યા મુજબના દાખલા મળી જાય છે

વલભીપુર તાલુકાના લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા માટે જે તે અરજદારોએ આવકના દાખલા રજુ કરવા પડતા હોય છે. આ આવકના દાખલા કઢાવવા માટે હાલ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જવું પડતું હોય તે પદ્ધતિ યોગ્ય ન હોવાની અને દાખલા માટે સ્થાનિક તલાટી મંત્રીને સત્તા આપવા અંગે રજુઆત કરવામાં આવી છે. પાંચ વીઘા જમીન ધરાવતો હોય કે, સો વીધા જમીન ધરવતા અરજદારો હોય તમામ ને માંગ્યા મુજબ આવકના દાખાલાઓ કાઢી આપવામાં આવે છે.

અને જે અધિકારીઓ આવકના દાખલા કાઢી આપે છે તે અધિકારીને અરજદારના આવક ની સાચી હકીકત હોય જ તે માનવું વધુ પડતું છે. અને સૌથી વધુ આર્શ્ચય તે બાબતનું છે કે, તેમ છતાં જે તે અરજદારને માંગ્યા મુજબના આવકના દાખલા આપવામાં આવે છે. વધુમાં તાલુકા વિકાસ અધિકારી જે આવકના દાખલા આપે છે.

તે તલાટી કમ મંત્રીએ કાઢી આપેલ દાખલાના આધારે આપે છે કે કેમ? જો હા તો તલાટી કમ મંત્રીના દાખલા આધારિત જ તાલુકા વિકાસ અધિકારી આવક નક્કી કરતા હોય તો આ સત્તા તલાટી કમ મંત્રીને જ શા માટે આપવામાં આવતી નથી ? તેથી વર્તમાન આવકના દાખલાની પદ્ધતિમાં ફેરફાર કરી જે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ આપવો જરૂરી છે. તેવી રજુઆત સહકારી અગ્રણી નરશીભાઇ ગાબાણીએ રાજયના મુખ્યમંત્રીને કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...