વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામ થી રંગપર ગામ સુધીનું મંજુર થયેલ ડામર રોડના કામમાં ગેરરીતિની વ્યાપક ફરિયાદ ઉઠી છે.આ અંગે મળતી માહિતી મુજબ તોતણીયાળા થી રંગપર ગામ સુધીનો આશરે 5 કિ.મી.અંતર માટેનો લાખો રૂપીયાના ખર્ચે મંજુર કરવામાં આવ્યો અને કામ શરૂ પણ થઇ ગયુ કામ શરૂ થતા સાથે નબળુ થતું હોવાનું તોતણીયાળા ગ્રામજનોએ સબંધીત તંત્રને લેખીત રજુઆતો કરી હતી તેમ છતાં અનદેખી કરવા સાથે જેમ તેમ પુરુ કરી દેવામાં આવ્યું.
RTIથી માહિતી માંગવાની તૈયારી,તંત્ર જાગ્યુ
આ રસ્તામાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા માટે જિલ્લા પંચાયત,કલેકટર કચેરી,તાલુકા પંચાયત કચેરીઓમાં લેખીત રજુઆતો કરી છે તેમ છતા કોઇ જવાબ મળેલ નથી. ત્યાર બાદ મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ ફરીયાદ કરી પરંતુ મને કાર્યક્રમ પુરો થયા બાદ બોલાવામાં આવ્યો હતો.
હાલમાં મેં આર.ટી.આઇ.હેઠળ માહિતી માંગવાની તજવીજ હાથ ધરવાની તૈયારી કરી હોય જેની તંત્રને કોઇપણ રીતે માહિતી મળતા હાલ આ રસ્તાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યુ હોવાનું તોતણીયાળા ગામના જાગૃત નાગરિક હીતેશભાઇ મોરીએ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.