તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:કેન્દ્રીય યુનિ. સ્થાપના માટે કલ્યાણપુરમાં જમીન મળી શકે

વલભીપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલભી વિદ્યાપીઠની ભૂમિમાં પ્રોજેક્ટ સાકાર કરો
 • ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી છે

આ ભૂમિ વલ્લભી વિદ્યાપીઠની છે અને અહિંની પ્રજાએ ખુમારીથી આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યુ છે. આ શબ્દો હતાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગત માસમાં તેઓ અમદાવાદ ખાતે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ સમયે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધન કરતા સમયે ઉચ્ચારેલ હતાં. ત્યારે આ વિશ્વ વિદ્યાલયની સ્થાપના ભૂતકાળમાં જે સ્થળે વલ્લભી વિદ્યાપીઠ હતી. તે હાલનું વલભીપુરની આસપાસ હોવાનું ખુદ પુરાનતન વિભાગના સંશોધનથી સાબિત થયેલું છે. અલબત્ત, હજુ તેનું ચોક્કસ સ્થળ નક્કી થતું નથી. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના સાથે સાથે ગુજરાત વિશ્વ વિદ્યાલય આકાર પામે તો સોનામાં સુંગંધ ભળવા બરાબર છે.

પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા ખાતે આ બાબતે વિચારેલ પરંતુ વિશ્વ વિદ્યાલય માટે જેટલી જમીનની જરૂરીયાત છે તેટલા પ્રમાણમાં વડોદરા કે, અન્ય મોટા શહેરોમાં પ્રાપ્ત થઇ શકે તેમ નથી. જયારે વલભીપુર નજીક કલ્યાણપુર ગામ નજીક તેમજ અન્ય ગામડા પાસે સરકારી જમીન પ્રાપ્ત થઇ શકે તેમ છે.

જો આ બાબતે શિક્ષણવિદો,દાતાઓ, અને રાજકીય અગ્રણીઓ લઇ દઇ ને સરકાર સમક્ષ અસરકારક રજુઆતો કરી વાસ્તવિકતાઓ સાથે પુરાવાઓ આપેતો આ કામ અઘરુ નથી કારણ કે અગાઉ પણ વિદ્યાપીઠ માટે કરોડાના એમ.ઓ.યુ. ગુજરાત સરકાર સાથે થયેલા જ છે. ભારતની પ્રાચીન વલભીવિદ્યાપીઠ માત્ર દેશમાંજ નહી પણ વિશ્વ ભરમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ હતી. વલભીપુરમાં આ સંસ્થાનું કર્મસ્થાન હતુ ત્યાં હવે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવા આવે તો સોનામાં સુગંધ ભળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો