કોરોના કહેર:વલ્લભીપુરના ભાજપના મહામંત્રી, પ્રમુખનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

વલભીપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં ડિસ્ટન્સ ન રખાતા કોરોનાએ પરચો દેખાડ્યો
  • 3 કેસ પોઝિટિવ આવતા તાલુકામાં સન્નાટો છવાયો

વલ્લભીપુરના ભાજપના બે આગેવાન હોદ્દેદારોને કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં સન્નાટો છવાઈ ગયો છે. બે-ત્રણ દિવસ પહેલા વલભીપુર તાલુકામાં માજી ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે મુલાકાત લીધેલી અને ગઢડા વિધાનસભાની આગામી પેટાચૂંટણી આવતી હોય તેથી લીમડા ગામે એક મિટિંગનું આયોજન કરેલ તે મિટિંગમાં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન ન કરાતા આખરે ભાજપના જ કાર્યકર્તાઓ માટે ખરાબ પરિણામ આવેલ છે. 

આ મિટિંગમાં આશરે 80થી 100 જેટલા કાર્યકર્તાઓ ભેગા થયા હતા. કોરોનાનો પ્રકોપ ચાલુ હોવા છતાં પણ કોઈપણ જાતના સરકારી ઞાઇડલાઈનનું પાલન કરવામાં આવેલું નહીં.  કાર્યક્રમમાં કોઈ કોરોના સંક્રમિત કાર્યકરની હાજરી હોવાથી જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શેટા તેમજ વલભીપુર એ.પી.એમ.સી.ના તેમજ શહેર પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી સંક્રમિત થતા ખુબજ ચર્ચાનો વિષય બનેલ છે. હવે અન્ય કાર્યકર્તાઓએ હાજર રહ્યા હોય તેના પણ ટેસ્ટ કરવા જરૂરી બની ગયા છે. પોઝિટિવની યાદી જાહેર કરવી પણ જરૂરી છે જેથી સંક્રમણ વધુ ન પ્રસરે. આ બે કેસ ઉપરાંત શુક્રવારે મોડી રાતે મેલાણા ગામના સયુક્તાબેન કરણભાઇ સોલંકીનો રિર્પોટ પણ પોઝિટિવ આવેલ છે. બહેન બે દિવસ પહેલા સુરતથી મેલાણા ગામે આવેલા હતાં. આ રીતે વલભીપુરમાં બીજા દિવસે પણ 3 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

ટોળા થયા છતાં તંત્રના આંખ આડા કાન
શહેરમાં ગઇકાલે ટોકીઝ રોડ પર ઈસ્કોન મોલની સામેના ભાગે મુસ્લિમ સમાજમાં મરણના સામાજિક કાર્યમાં આશરે 200 કરતા વધુ માણસો એકત્રીત થયેલ જેની જાણ ખુદ જવાબદાર તંત્રને હોવા છતાં આંખ આડા કાન કરીને કોઇ પગલા લીધેલ નહીં.

અન્ય સમાચારો પણ છે...