ભાવનગર-અમદાવાદ ફોર લેનનું કામ કયારેક શરુ કયારેક બંધ થતા આ અત્યંત બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ થઇ ગયા છે. ભાવનગર-અમદાવાદ હાઇવે વાયા વલભીપુર થઇને પસાર થતો રાજય ધોરી માર્ગ નંબર-36ની હાલત દિવસ-રાત ભંગાર અને બિસ્માર થતી જાય છે. તેમાં ખાસ કરીને ચોગઠનાં ઢાળથી લઇ વરતેજ ફાટક સુધીનાં આ હાઇવે પર મોટા મોટા ખાડાઓ પડવા સાથે નવા નદી-કોઝવે નાળાઓનું કામ મંથરગતિએ થઇ રહયું છે.
બીજી બાજુ ફોર લેન હાઇવેનું કામ શરૂ અને બંધ થયા કરતું હોવાથી નવો ડામર રોડ પણ તુટવા લાગે છે. આવા બિસ્માર રસ્તા પરથી પસાર થતાં સમયે સતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે તો બિમાર દર્દીઓ અને પ્રસુતાઓને લઇ જતી એમ્બ્યુલન્સમાં તેઓને શું હાલત થતી હશે ? આ ધોરી માર્ગને ફોરલેન તો જયારે બનાવો ત્યારે ખરા કમસેકમ હાલમાં રીપેરીંગ કરે તો પણ ભયો ભયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.