વિશેષ:ભાવ.-અમદાવાદ ફોરલેન હાઇવેનું કામ અઢી વર્ષે પણ અધુરૂ

વલભીપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝનોને લીધે મુસાફરીમાં બમણો સમય, એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાને પણ થતી અસર

ભાવનગર-અમદાવાદ હાઇવેને ફોરલેનના કામને અઢી વર્ષ જેટલો સમય થવા આવ્યા છતા હજુ પુરૂ થયું નથી.વચ્ચે આવતા નદી નાળાના નવા બનતા બ્રીજના કામ પણ ગોકળગાયની ગતિએ ચાલતા હોય ડાયવર્ઝનને લીધે ટ્રાફીક જામની સમસ્યા રોજ ઉભી થાય છે.

ધંધુકા-બરવાળા-વલ્લભીપુર-ભાવનગર સ્ટેટ હાઇવેની ફોરલાઈનમાં રૂપાંતરિત કરવાની કામગીરી ખૂબ ઓછા સમયમાં પૂર્ણ થાય અને સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ઘટતી કાર્યવાહી કરવા અને આ કામને વેગ આપવા માટે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુઆત કરાઇ હતી.

જે સંદર્ભે માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઇજનેર,ભાવનગર દ્વારા ગત તા.16-12-19ના કામગીરી શરૂ કરવામાં આવેલી પરંતુ કામગીરી સદંતર ધીમી હોય કરાર રદ કરવાનો હુકમ કરાયેલ ઇજારદાર દ્વારા પોતાના ખર્ચે અને જોખમે તા.15-06-22 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ છે. જેથી સરકાર દ્વારા કાર્યવાહીનાં પગલાં હાલ પૂરતા સ્થગિત કરવા જણાવેલ.

ફોરલેનનું કામ તબકકાવાર આગળ વધી રહ્યું છે
ફોરલેન હાઇવેનું કામ તબક્કાવાર રીતે થઇ રહ્યું છે જેમાં હાલ કાનપર થી લઇ મુળધરાઇ સુધી જ ફોરલેન કરવાનો છે.જયારે વલભીપુર થી વરતેજ ફાટક સુધીમાં પ્રથમ નવા બ્રીજ બનાવાનો પ્રોજેકટ હાથ ઉપર છે. બ્રીજ બની જાય પછી સરકારની મંજુરી મળે પછી ફોરલેનનું કામ શરૂ થશે. ફોરલેન હાઇવેનો કોન્ટ્રાકટ મનીષકુમાર એન્ડ કંપની પાસે છે અને બ્રીજ બનાવાનો કોન્ટ્રાકટ જી.પી.કંપની પાલનપુર હસ્તક છે. ચોમાસાના કારણે હાલ બ્રીજનું કામ મહંદ અંશે ચાલી રહ્યું છે. > એ.જે.મેવાડા, મદદનીશ ઈજનેર,માર્ગ-મકાન વિભાગ,ભાવનગર

45 કિ.મી.ના અંતરમાં 20 ડાયવર્ઝન
ધંધુકા- બરવાળા- વલ્લભીપુર- ભાવનગર સ્ટેટ હાઇવેની ફોરલાઈનમાં રૂપાંતરિત કરવાની કામગીરી ચાલુ થયે અઢી વર્ષ કરતા વધુ સમય નીકળી ગયો છે આ કામગીરી ચાલુ થતા અનેક ડાયવર્ઝનો આપવામાં આવેલ છે અને તમામ ડાયવર્ઝનોની આજુબાજુનાં રસ્તા એકદમ ખખડધજ હાલતમાં છે. ધંધુકા થી ભાવનગર જતા મુળધરાઈ ગામ થી વરતેજ રેલવે ફાટક (45 કિમી અંતર) સુધીમાં 20 જેટલા ડાયવર્ઝનો આવે છે. આ ડાયવર્ઝનોને લીધે મુસાફરીમાં બમણો સમય જાય છે,એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાને ખૂબ મોટી અસર પડે છે. અઢી વર્ષ દરમિયાન અનેક અકસ્માતો થતા રહ્યા છે, કેટલાય લોકોનાં મોત થયા છે, આ મોતના જવાબદાર કોણ..?

અન્ય સમાચારો પણ છે...