વલભીપુર મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યા બાદ નવી જગ્યાએ એ.ટી.વી.ટી. કેન્દ્ર અને સબ રજીસ્ટ્રાર કચેરીઓ સમાવેશ કરવામાં નહીં આવતા લોકોને ધક્કા વધશે. મામલતદાર કચેરી જુની અને ર્જજરીત થઇ જતાં લોકોની સલામતી માટે કલેકટર ભાવનગરની સૂચના મુજબ કચેરીનું વલભીપુરની લેઉઆ પટેલ વિદ્યાર્થી છાત્રાલય ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.
પરંતુ કચેરી સાથે શહેર અને તાલુકાના અરજદાર લોકો માટે અત્યંત મહત્વની સેવા કહી શકાય તે એ.ટી.વી.ટી.સેન્ટર છે આ સેન્ટર ખાતેથી લોકોને વિવિધ પ્રકારના સોગંદનામા કરવા માટે જતાં હોય છે. ખેડુતો માટે 7/12 અને હક્ક પત્રકોની નકલો કઢાવવા માટે આ કેન્દ્ર ખાતેથી મળે છે. ઉપરાંત દસ્તાવેજ નોંધણીની સબ રજીસ્ટ્રાર કચેરી પણ હાલ જુની મામલતદારમાં કાર્યરત રાખવામાં આવી છે.
અરજદારોને કામ માટે ચલક ચલાણું જેવી સ્થિતિ
સબ રજીસ્ટ્રાર કચેરીનું પણ સ્થળાંતર નક્કિ છે પરંતુ જાણવા મુજબ આ કચેરીને મામલતદાર કચેરી ખાતે સમાવેશ કરવામાં આવેલ નથી જેથી આ કચેરીને અન્ય સ્થળે શરૂ કરવામાં આવશે. જેથી ખેતીની જમીનનાં દસ્તાવેજ નોંધણી થયા બાદ ઓનલાઇન મહેસુલ અધિનિયમ મુજબ ની 135-ડી ની નોટીસ બજવણી કરવા માટે મામલતદાર કચેરી ખાતે જવું પડશે આથી અરજદારોને સોગંદનામા અને 7/12 નકલો મેળવ્યા પછી કામ સબબ જુની કચેરીથી નવી કચેરીએ જવું પડશે જેના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવી પડશે.અરજદારોની માંગ છે કે આ સેવાઓને પણ મામલતદાર કચેરી સંલગ્ન રીતે રાખવામાં આવે જેથી અરજદારો ને ચલક ચલાણું ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.