તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની અભી બોલા અભી ફોક જેવી નીતિ:ભાવ.અમદાવાદ હાઇવેમાં એક પણ ડાયવર્ઝન પર ડામર પથરાયો નથી

વલભીપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા અઠવાડીયામાં દરેક ડાયવર્ઝન ડામર વાળા થઇ જશે તેવી હૈયાધારણ અપાયેલી

ભાવનગર-અમદાવાદ હાઇવે વાયા વલભીપુર થઇને જાય છે. આ હાઇવે પર નાના-મોટા હાલ આ હાઇવે પરના તમામ નદી-નાળા ઉપરના નાના-મોટા પુલ અને કોઝવે ને મોટા ઉંચા અને પહોળા બનાવાની કામગીરી ચાલી રહી છે. તેથી નદી નાળા તોડવામાં આવતા બાજુના ખેતરો અને વધતી સાઇડ જમીન ઉપરથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે.

આ તમામ ડાયવર્ઝનો માં મોટા ભાગના ગુજરાતી બારખડીના "ળ " શબ્દ આકારનાં હોય વાહન ચાલકો તોબા પોકારી જાય છે. ખાસ કરીને એમ્બ્યુલન્સમાં લઇ જવાતા ર્દદીઓ તેમજ ડીલીવરી માટે ભાવનગર રીફર કરવામાં આવતી મહિલાઓ માટે દર્દ ઉપર પાટા મારવા સમાન ડાયવર્ઝનો છે. કારણ કે, તમામ ડાયવર્ઝન ખાડા ખડીયા અને માત્ર કપચી પાથરી હોવાથી કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તે માત્ર આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો,મુસાફરો અને દર્દીઓને અહેસાસ છે.

ડાયવર્ઝનો ઉપર નિયમ મુજબ ડામર રોડ કરવાનો હોય છે. તેમ છતાં નહીં કરવામાં આવતા માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એ.જે. મેવાડાને તા.17/3/2021 નાં રોજ પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, એકાદ અઠવાડિયાની અંદર ડામર પાથરી દેવામાં આવશે. તેમ છતાં આજદિન સુધી આ દિશામાં કામ થયું નથી. ઉપરાંત મોટા ભાગના કામો હાલ બંધ હાલતમાં છે. હવે આ મુશ્કેલી અને યાતનામાંથી વાહન ચાલકો અને મુસાફરોને કયારે છુટકારો મળશે તે દિવસની રાહ જોવી રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો