હાલાકી:જીસ્વાન કનેકટીવીટીના અભાવે અરજદારો પ્રોપટી કાર્ડથી વંચિત

વલભીપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી સર્વે કચેરીનું સ્થળાંતર થયા પછી સુવિધા મળી નથી
  • કચેરી ફેરવાતા વલભીપુરમાં અરજદારોને પ્રોપર્ટી કાર્ડ માટે દિવસો સુધી રાહ જોવી પડે છે

વલભીપુરમાં આવેલ સીટી સર્વે કચેરીમાં સરકારની જીસ્વાનની ઈન્ટરનેટ સુવિધા નહીં આપવામાં આવતા અરજદારોને પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે દિવસોની પ્રતિક્ષા કરવી પડે છે.વલભીપુરની સીટી સર્વે કચેરીનું પોતાનું મકાન જર્જરીત થતા અન્યત્ર સ્થળાંતર કરેલ અને તે પછી છેલ્લાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી ભાવનગર-અમદાવાદ હાઇવે નજીકના એક શોપીંગ સેન્ટર ખાતે કાર્યરત છે અને આટલા સમયથી એક જ સ્થળે આ કચેરી હોવા છતાં સરકારની ઓનલાઇન કામગીરી માટેની જરૂરી જીસ્વાનની કનેકટીવીટી આપવામાં આવી નથી જેના કારણે શહેરના અરજદારોને પ્રોપર્ટી કાર્ડની નકલ તુરંત મળી શકતી ન હોય તેથી અરજદારના કામ ઘણીવાર વિલંબ થવા સાથે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વલભીપુરની આ કચેરી મહિનામાં અલગ અલગ તારીખોએ ખુલે છે. તેથી જો છેલ્લી તારીખે કામગીરી માટે જાવ તો ઓછામાં ઓછા દશ દિવસ સુધી રાહ જોવાની નોબત આવે છે.

....તો બીજા બધા કામો પણ થઇ શકે
જો સંબંધીત તંત્ર વલભીપુરની સિટી સર્વે કચેરીને આ કનેકશન આપવા માટે યોગ્ય કાર્યવાહી કરે તો અરજદારોને માત્ર પ્રોપર્ટી કાર્ડ જ નહીં પરંતુ કચેરી સંબંધીત વારસાઇ,વહેંચણી,વેચાણ,ફારગતી સહિતની અનેક કામગીરી અંગેની નોંધ ઓનલાઇન કરી શકાય તેમ છે. અરજદાર અરજી આપે પછી તમામ કામગીરી માટે શિહોર કચેરી ખાતે જવું ફરજીયાત થઇ પડે છે.

અન્ય સમાચારો પણ છે...