રોષ:લંપી વાયરસના કહેર સમયે જ વલભીપુરમાં એમ્બ્યુલન્સના ધાંધીયા

વલભીપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરીયાતના સમયે સુવિધા કામ ન લાગતા રોષ
  • તાલુકા મથકે 10 ગામ દિઠ એક પશુચિકીત્સક સાથે કરૂણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે

વલભીપુર તાલુકામાં રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પશુઓ માટેની કરૂણા એમ્બ્યુલન્સ સેવામાં ધાંધીયાથી પશુપાલકો મુંજવણમાં મુકાયા છે.જરૂરીયાતના સમયે સુવિધા કામ ન લાગતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહયો છે.

સરકાર દ્વારા માલધારીઓના પશુધનની આરોગ્યલક્ષી સેવા માટે દરેક તાલુકા મથકે 10 ગામ દિઠ એક પશુચિકીત્સક સાથે કરૂણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે અને પશુઓની બીમારી સબબની સારવાર કરવા માટે તેની ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર-1962 ઉપર ફોન કરવાથી એમ્બ્યુલન્સ સાથે ડોકટરની ટીમ આવી પહોંચે અને પશુઓને જરૂરી સારવાર આપવામાં આવે છે.

હાલમાં વરસાદ તેમજ વરસાદી વાતાવરણ વચ્ચે માખી અને મચ્છરોનો ઉપદ્રવ પણ હોય તેવા સમયે તાલુકામાંથી કરૂણા એમ્બ્યુલન્સનો હેલ્પ લાઇન નંબર-1962 પર કોઇ રીપ્લાઇ મળતો નથી અને આ પરિસ્થિતી છેલ્લાં પાંચ દિવસથી છે જેને લઇ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના પાટણા ગામે જે સ્થળે આ એમ્બ્યુલન્સ ઉભી રહેતી હતી તે સ્થળે હાલ તાળુ લાગેલું છે.

10 હજાર પશુઓને રસી અપાઇ ગઇ છે
વલભીપુર તાલુકામાં લંપી વાઇરસ મોટી માત્રામાં ફેલાયો નથી માત્ર 60 પશુઓમાં આ લક્ષણો હતાં તેને વેકસીન તેમજ અન્ય જરૂરી સારવાર આપવામાં આવેલ છે. હાલમાં 14 હજાર પશુઓની સંખ્યામાં 10 હજાર કરતા વધુ પશુઓને લંપી રોગ પ્રતિકારક રસી મુકી દેવામાં આવેલ છે અને તબક્કા વાર વેકસીનેશન શરૂ જ છે. > ડો.કે.કે.પટેલ, પશુચિકિત્સ,વલભીપુર

અન્ય સમાચારો પણ છે...