તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાટણામાં વર્ષો જુની જર્જરીત પાણીની ટાંકી તોડી પડાઇ

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંકી વિસ્તારમાં પાણીની ટાંકીથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની દહેશત હતી

વલભીપુરના પાટણા ગામે અંતે તંત્ર દ્વારા જર્જરીત પાણીની ટાંકી ધરાશાઇ કરવામાં આવી છે.આ પાણીની ટાંકી જે સ્થળે હતી તે વિસ્તારમાં રહેણાંકી વિસ્તાર આવેલો હોય જો પાણીની ટાંકી તોડી પાડવામાં ન આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના રહેલી હતી.

વલભીપુર તાલુકાના પાટણા ગામે વર્ષો જુની ગ્રામ પંચાયતની ઓવર હેડ પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. પાટણા ગામે ખોડીયાર નગર વિસ્તારમાં વર્ષો પહોલા બનાવેલ ઓવરહેડ પાણીની ટાંકી પડુ પડુ થઇ રહી હતી. અને આ પાણીની ટાંકી જે સ્થળે આવેલ હતી.

તે સ્થળની આસપાસ ઘણાં રહેણાંકી મકાનો આવેલા હોય જો પાડવામાં ન આવે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની શકયતાઓ રહેલી હતી.તેથી કોઇ જાનહાની ન થાય તે માટે આ પાણીની ટાંકીને તોડી પાડવા માટે સ્થાનીક અગ્રણી કે.બી.મકવાણા એ ગ્રામજનોને સાથે રાખી ગત માર્ચ-2020 થી સંબંધતી તંત્રને સતત લેખીત રજુઆતો કરવામાં આવતા અંતે જોખમી ટાંકી તંત્ર દ્વારા જમીન દોસ્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...