સંભાવના:કપાસના ઉત્પાદનમાં અગ્રેસર વલભીપુર તાલુકામાં જીનીંગ ઉદ્યોગની ઉજળી તક

વલભીપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં કેમીકલ,ખાતર જેવા અન્ય ઉદ્યોગ સ્થાપી શકાય

વલભીપુર તાલુકામાં હાલ એકપણ ઉદ્યોગો નથી અને તાલુકામાં નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે મુખ્ય ત્રણ પ્રકારના ઉદ્યોગની પ્રબળ સંભાવના રહેલી છે જેમાં જીનીંગ, કેમીકલ અને રી-રોલીંગ મીલનો સામવેશ કરી શકાય તેમ છે. આ ઉપરાંત વ્હાઈટ ડોલોમાઈન આધારીત તાલુકામાં કેમીકલ,ખાતર અને સીમેન્ટ ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે.વલભીપુર તાલુકો 3 રાજયધોરી માર્ગ સાથે જોડાયેલો છે.

વલભીપુર તાલુકામાં દેશની આઝાદી પછી એકપણ મોટો,મધ્યમ કે નાના પ્રકારના ઉદ્યોગો નથી ત્યારે આ તાલુકામાં વર્તમાન સમયમાં જો સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો મુખ્યત્વે તાલુકાનો ખેતી ક્ષેત્રે સૌથી વધુ ઉત્પાદન કપાસનું થાય છે. માટે કપાસની આગળની પ્રોસેસ માટે જીનીંગ મીલને આર્થિક સહાય, જમીન ફાળવણી કરવા અને જો ખેડુત પોતે જીનીંગ મીલ સ્થાપવા માંગતા હોય તો બીનખેતી જમીન તબદીલ કરવા માટે નિયમો હળવા કરવા સાથે એક્ષપોર્ટ પોલીસીમાં લાભો આપવા જોઇએ અને વિજ યુનીટના ભાવોમાં પણ રાહત આપવી જોઇએ.

તાલુકામાં ખાતર અને કેમીકલ ઉદ્યોગની જરૂર છે કારણ કે તાલુકાના પાટણા,પાણવી, લુણધરા અને માલપરા વચ્ચે વ્હાઈટ ડોલોમાઈન (સફેદખડી) પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આ વ્હાઈટ ડોલોમાઈન આધારીત કેમીકલ,ખાતર અને સીમેન્ટ ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે અને રી-રોલીંગ મીલોની પણ હવે ઘણી શકયતાઓ વધી રહી છે કારણ કે વલભીપુર થી ઘાંઘળી અને ચમારડી વચ્ચે 14 કિ.મી. અંતર છે અને આ ગામો વચ્ચે હાલ ઘણી રી-રોલીંગ મીલો કાર્યરત છે જો વલભીપુર ચમારડી ગામ આસપાસની સરકારી પડતર જમીન આ ઉદ્યોગને પ્રોત્સાહન સ્વરૂપની કીંમતે આપવામાં આવે તો ભરપુર સંભાવના રહેલી છે.

તાલુકામાં 95 ટકા કપાસનું વાવેતર
વલભીપુર તાલુકાના 95 ટકા ખેડુતો કપાસનું વાવેતર કરે છે. તેથી જીનીંગ ફેકટરી માટે કાચા માલની ખરીદી સ્થાનીક ખેડુતો પાસેથી કરી શકાય અને તેના કારણે ખેડુત અને જીનીંગ ઉદ્યોગકારને ફાયદા કારક રહે.> રણજીતભાઇ ચાવડા, ફક્કડાનાથ જીનીંગ મીલ.વેળાવદર

પ્રથમ તો પ્રોત્સાહક યોજનાની જરૂર
વલભીપુર તાલુકામાં માત્ર ચોક્કસ ઉદ્યોગ જ સ્થાપી શકાય તેમ ન કહી શકાય જો સરકાર દ્વારા તાલુકામાં કોઇપણ પ્રકારના અને જો તે શકય ન હોય તો બે-ત્રણ ખાસ પ્રકારના ઉદ્યોગ સ્થાપના કરવા માટે જરૂરી પ્રોત્સાહન યોજના જાહેર કરે જેથી ઉદ્યોગ સ્થાપના કરવા માટે સૌને પ્રેરકબળ મળી શકે. > ઈમરાનભાઇ મહેતર, દેવ ઓઇલ મીલ.વલભીપુર.

અન્ય સમાચારો પણ છે...