તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચિમકી:વરસાદી પાણી ભરાઇ રહેતા 25 ખેડુતો ખેતીકામથી વંચિત

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુના રામપુર ગામે પેટ્રોલ પંપની દિવાલનો પ્રશ્ન
  • મામલતદાર દ્વારા દિવાલ હટાવી લેવાનો હુકમ છતા દિવાલ નહીં હટાવાતા આંદોલનની ચિમકી

વલભીપુર તાલુકાના જુના રામપુર ગામ નજીક આવેલ રાજદિપ લક્ષ્મી પેટ્રોલ પંપના માલિક દ્વારા પંપ ફરતે દિવાલ કરી લેતા ખેતરોના વરસાદી પાણીનો નિકાલ નહી થતાં 25 જેટલા ખેડુતોની આશરે એક હજાર વીઘા જેટલી જમીનમાં ખેતી કામ કરી શકતા નથી.આ અડચણો તાકીદે દુર નહીં થાય તો ખેડૂતોએ આમરણાંત આંદોલનની ચિમકી આપી છે.

રામપુર ગામના ખેડુતો દ્વારા વલભીપુર મામલતદાર કોર્ટમાં આ દિવાલ હટાવી લેવા માટે કેસ કરેલો આ કેસમાં મામલતદાર જી.કે.મકવાણા દ્વારા ખેડુતોની જમીનની દક્ષિણ દિશાએ આવેલ લક્ષ્મી પેટ્રોલ પંપના પ્રોપરાઈટરે ખેડુતો(વાદી)ઓની જમીનના કુદરતી પાણીના નિકાલ માટે પુરતા માપના પુરતી સંખ્યાના ભુંગળા મુકી અથવા ચેનલ બનાવી ખેડુતો(વાદી)ઓની જમીનમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા સ્વ ખર્ચે કરવા હુકમ તા.7/07/20 નાં કરેલ છે. તેમ છતાં વરસાદી પાણીના નિકાલ બાબતે કોઇ વ્યવસ્થા નહીં કરતા આ ખેડુતો ગત વર્ષે તો ખેતરોમાં વાવેતર કરી શકેલ નહીં પરંતુ ચાલુ વર્ષે પણ વાવેતર કરી શકે તેવી સ્થિતીમાં ન હોય જેથી જુના રામપુર ગામના સરપંચ દિનેશભાઇ ચૌહાણ તેમજ 25 ખેડુતોએ આજે મામલતદાર કચેરી ખાતે લેખીત અરજી આપી અલ્ટીમેટમ આપેલ છે કે, જો પંપના માલિક દ્વારા પાણી નિકાલની અડચણો દુર નહીં કરે તો ખેડુતો આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. પેટ્રોલપંપની અડચણરૂપ દીવાલથી રામપર ગામના 25 જેટલા ખેડૂતો ખેતીકામથી વંચિત રહ્યાં છે. અને 1000 વિઘા જમીનમાં ખેતી થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...