હોબાળો:વલભીપુર પાલીકાના 20 રોજમદારો ફરજ મુકત કરાતા મચ્યો ખળભળાટ

વલભીપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 12 કર્મચારીઓને છુટા કર્યાનું નાટક કરાયેલું
  • કર્મચારીઓને પગાર પાછળ સાડા ત્રણ લાખ રૂપીયાનો બોજ તીજોરી પર આવતા કરાયેલો નિર્ણય

વલભીપુર નગરપાલીકાના કરાર આધારીત 20 કર્મચારીઓને સાગમટે ફરજમાંથી છુટા કરવામાં આવતા ખળભળાટ સાથે રાજકીય હડકંપ મચી ગયો છે.વલભીપુર નગરપાલીકામાં વર્ષોથી રોજમદાર તરીકે મામકાઓની ભરતી કરીને પાલીકાની તીજોરી ઉપર આર્થીક બોજ થોપવામાં આવ્યો હતો. જરૂરીયાત કરતા પણ વધુ સંખ્યામાં ખાસખાસને સાચવી લેવા માટે કરાર આધારીતના ઓઠા હેઠળ કર્મચારીઓને પગાર પાછળ સાડા ત્રણ લાખ રૂપીયાનો બોજ તીજોરી ઉપર પડતો હતો.

અગાઉ 12 રોજમદારોને નવી ચુંટાયેલ બોડી દ્વારા છુટા કરવામાં આવેલ પરંતુ રાજકીય દબાણના કારણે છુટા કર્યોનો માત્ર દેખાડો કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે કારણ કે જો અગાઉ બાર રોજમદારોને છુટા કર્યો હોવાનો દાવો પાલીકા દ્વારા કરવામાં આવેલ પરંતુ આજે 20 રોજમદારોની સંખ્યા ગણતરીમાં લઇએ તો કુલ-32 રોજમદારો થાય. તેના બદલે આજે 20 રોજમદારોને છુટા કરેલ છે. અગાઉના 12 સાથે બીજા 8 નો ઉમેરો થતા 20 થાય છે.

12 કરતા વધુ નગર સેવકોએ ચીફ ઓફીસરને લેખીતમાં જણાવી દીધેલ છે કે, રોજમદારોના પગાર પાછળ થતા ખર્ચની જવાબદારી સંપૂર્ણ નગરપાલીકા બોડીની રહેશે નહી તે કારણોસર ચીફઓફીસર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબતે નગરપાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસરનો સંર્પક કરવાનો પ્રયત્ન કરતા બન્ને મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધેલ હોય સંર્પક કરી શકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...