તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓ ઉંઘતા રહ્યાં:વલભીપુર સરકારી આર્ટસ કોલેજ માટેની 12 કરોડની ગ્રાન્ટ પરત ગઇ

વલભીપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય,વિદ્યાર્થી સંગઠન પાંખો અને સ્થાનિક નેતાઓ ઉંઘતા રહ્યાં અને ગ્રાન્ટ સરકારમાં પરત

વલભીપુર ની સરકારી આર્ટસ કોલેજના નવા આધુનિક બિલ્ડીંગ બનાવવા માટે રૂ.12 કરોડની ગ્રાન્ટ છેલ્લાં પાંચ વર્ષ ફાળવણી કરવામાં આવી હતી. તેમ છતાં સમય મર્યાદામાં બાંધકામ શરૂ ન થતાં આ ગ્રાન્ટ સરકારમાં પરત જતી રહી છે.

શહેર અને તાલુકાના આસપાસના અન્ય તાલુકાનાં ગરીબ અને મધ્યમ વર્ગના આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ભાવનગર કે અન્ય શહેર સુધી અભ્યાસ કરવા લાંબા ન થવું પડે તે માટે આજથી બાર વર્ષ પહેલા વલભીપુરના તત્કાલીકન ધારાસભ્ય અને હાલ બોટાદ તાલુકાના ધારાસભ્ય તેમજ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના પ્રયત્નોથી આ કોલેજ નો આરંભ થયેલો અને હાઈસ્કુલના ખુલ્લા મેદાનમાં બેસીને કોલેજના છાત્રો અભ્યાસ કરતા હતાં તેથી કોલેજના નવા અદ્યતન બિલ્ડીંગ માટે ભાવનગર-અમદાવાદ હાઇવે ટચ શીડ ફાર્મની સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી.

પરંતુ વલભીપુરની માત્રને માત્ર સ્વાર્થી અને નબળી નેતાગીરીના કારણે વલભીપુરના અસંખ્ય પરિવારના વિદ્યાર્થીઓને હજુ છાપરા હેઠળ અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે. સ્થાનિક વિદ્યાર્થી સંગઠન ઉંઘતુ ઝડપાયું છે અથવા તો રાજકિય ઈશારે મૌન રહેવાની સૂચના હોય તેવુ સ્પષ્ટ જણાય છે અન્યથા બાર બાર વર્ષથી છાપરા નિચે બેસીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા મકાનની અઢળક કહી શકાય તેટલી માતબર રકમની ગ્રાન્ટ પડેલી હોવા છતાં અને કોલેજ માટે વિશાળ જગ્યા ફાળવણી કરી હોય તેમ છતાં પાંચ વર્ષ સુધી કામ શરૂ ન થાય તે કેવું ?

અન્ય સમાચારો પણ છે...