તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય કાર્ય:વાંગધ્રાના માજી સરપંચનું ગૌશાળા માટે જીવદયાનું સેવાકીય કાર્ય

ધોળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષથી શાળાના બાળકોને દર મહિને કરાવાતુ ભોજન,અબોલ જીવો માટે પણ સતત સેવા
  • 5 લાખની 10 વીઘા જમીનમાં થયેલી ઝાર પશુ માટે અપાઈ

ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના માજી સરપંચ મનુભા ગોહિલ દ્વારા ગામમાં સેવાકીય પ્રવૃતિ કરાઇ રહી છે.મનુભા ગોહિલ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં દર મહિને એક વખત શાળામાં તમામ વિદ્યાર્થી ઓને જમવાનું આપવામાં આવે છે.સાથો સાથ ગામની તમામ દીકરીઓને નાતજાતના ભેદભાવ વગર વ્રતમાં ફરાળ કરવામાં આવી રહ્યું છે.સેવા કાર્યમાં હંમેશા એક ડગલું આગળ એમને અબોલ જીવો માટે પશુધનને બચાવવા ગૌ શાળા માટે એક અનોખી જીવદયાની પહેલ કરી છે.

ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામના માજી સરપંચ મનુભા ગોહિલ દ્વારા જીવદયા માટે એક અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી છે જેમાં વધુ જમીન ધરાવતા ખેડૂત પુત્રોને 2 વિધા જમીનમાં ઝાર વાવી દાન આપવા અપીલ કરી છે.માજી સરપંચ મનુભા ગોહિલએ 10 વીઘા જમીનમાં થયેલી ઝાર અંદાજે 5 લાખની પશુ માટે દાન અપાઈ છે. ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામે રહેતા મનુભા અજીતસિંહ ગોહિલ 5 વર્ષ પહેલાં ગામના સરપંચ રહી ચૂક્યા છે અને હાલ સરપંચ તરીકે મનુભાના પત્ની હર્ષાબા મનુભા ગોહિલ ગામના સરપંચની જવાબદારી નિભાવે છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં તેમનો પૂરો સહકાર રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...