તળાજા નાગરિક બેંકના ડાયરેકટરની ચૂંટણી:બે ઉમેદવારો બિનહરિફ થતા હવે 18 ઉમેદવારો મેદાનમાં

તળાજાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખરી ચિત્ર સ્પષ્ટ થતા હવે આગામી તારીખ 29 સપ્ટેમ્બરે મતદાન યોજાશે

તળાજા નાગરિક બેન્કની આગામી 26 સપ્ટેમ્બરે યોજનાર ચૂંટણીમાં આખરી ચિત્ર સ્પષ્ટ થતા હવે બે મહિલા ઉમેદવારો બિન હરીફ અન્ય 13 બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં રહયાં છે.

તળાજા નાગરિક સહકારી બેંકનાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની યોજાનાર ચુંટણીમાં 12 સામાન્ય બેઠક, 2 મહિલા અનામત અને 1 બેઠક અનુસુચિત જાતી/અનુસુચિત જન જાતી માટેની મળી કુલ 15 ડિરેકટર્સની ચુંટણી માટે પ્રારંભે 34 ઉમેદવારોના ફોર્મ મંજુર થયા હતા ત્યાર બાદ ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદતપૂર્ણ થયા બાદ હાલ 15 પૈકી બે મહિલા અનામતની બેઠક બિનહરીફ જાહેર થતા હવે 15 પૈકી બાકી બેઠકોમાં 12 સામાન્ય બેઠકો માટે 16 ઉમેદવારો મેદાનમાં રહેતા અને અનુસુચિત જાતીની 1 બેઠક માટે બે ઉમેદવારો ચાલુ રહેતા હવે બાકી રહેતી 13 બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં રહેતા હવે આગામી 26.9.21ના તળાજા નાગરિક બેંકનાં 13 ડિરેકટરોની ચુંટણી યોજાશે.

છેલ્લા દિવસોમાં આ ચુંટણી માટે ઉમેદવારી પત્રકો ખેંચવા માટેની પ્રક્રિયામાં 9 ઉમેદવારી પત્રકો પરત ખેંચાવા છતા 12 સામાન્ય બેઠક અને 1 અનુસુચિત જાતીની બેઠકમાં ચુંટણી થશે એવી પરિસ્થીતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...