પેટા ચૂંટણી:તળાજાના નગર પાલીકાની પેટા ચૂંટણીમાં પાંખુ મતદાન

તળાજા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ-4,6ની ચૂંટણીમાં સરેરાશ 47.98 %મતદાન

તળાજા નગરપાલિકાની વોર્ડ-4 અને 6 ની એક-એક બેઠકની પેટા ચૂંટણી આજે સંપન્ન થતા બન્ને વોર્ડમાં સરેરાશ 47.98 ટકા મતદાન થયુ હતું. આ બન્ને બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ હતી.

તળાજા નગરપાલિકાની વોર્ડ-4 માં કુલ 3378ની સામે મતદાનની અવધિ પૂર્ણ થાય બાદ કુલ 1686નું મતદાન (40.91) ટકા રહ્યું હતું જયારે વોર્ડ 6 માં કુલ 3242 મતદારો સામે કુલ 1490 નું (42.78) ટકા મતદાન નોંધાયું હતું.

ત્રણેય પક્ષોએ વિજયનો દાવો કર્યો છે. જો કે, પરિણામ આવતી કાલે તા.4-10-21 ના રોજની મત ગણતરી બાદ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...