તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તળાજા તાલુકાના ભારોલીને ઘોઘા તાલુકાનાં તણસા ગામને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોઇ ભારોલી ઉપરાંત નેસવડ, ભાંખલ, દિહોર સહીત આજુબાજુનાં ગામોનાં ખેડૂતો, કારીગરો, વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય પ્રજાને અત્યંત ઉપયોગી હોઇ તમામ પ્રકારનાં વાહનો માટે ભારે જોખમી બની ગયો છે. ચોમાસાબાદ આ રસ્તો ઠેરઠેર તુટીને ખાડાઓ પડી ગયેલ હોઇ આગામોનાં લોકોને અકસ્માત કે ડીલીવરી જેવા ઇમર્જન્સી સમયે વાહન પસાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ ગામોને નેશનલ હાઇવેથી જોડતો રસ્તો હોઇ ભાવનગર-તળાજા-મહુવા તરફ જવા માટે દરેક ગ્રામજનોને ભારે ઉપયોગી છે. આ રસ્તાનું ટેન્ડર બહાર પડી ગયેલ છે અને કોઇપણ કારણસર તેની પ્રક્રિયા આગળ વધતી ન હોઇ ગ્રામ્ય વિસ્તારનાં લોકોને સહન કરવું પડે છે. આ માર્ગ માટે ભારોલી સહીત ગ્રામ પંચાયતો અને આગેવાનો દ્વારા અનેક વખત લેખીત, રજુઆતો છતા આ રસ્તો પેવર બનાવવાનું મુહુર્ત આવતું નથી.લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રાહ અપનાવવો પડે તે પહેલા સબંધીત અધિકારીઓ અને જે તે વિભાગો નિરાકરણ લાવે તેમ ભારોલીનાં સરપંચ ભગીરથસિંહ ગોહિલ અને આગેવાન મહેન્દ્રસિંહ ગોહિલએ લાગણી વ્યકત કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.